ઉત્તર ગુજરાતમાં 108 વાને દિવાળીમાં1146 દર્દીઓને દવાખાને પહોંચાડયા

0
308

[ad_1]

મહેસાણા, તા. 8

ઉત્તર ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં સતત પાંચ દિવસ ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ અને મેનેજરીયલ સ્ટાફ સંકલનથી સતત ૨૪ કલાકની અવિરત સેવા આપી કુલ ૧૧૪૬ લોકોને ઈમરજન્સી સેવા પુરી પાડી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરી લોકહિતની રક્ષા કરી ઉમદા સેવા બજાવી છે.

રાજ્યમાં સતત છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીમાં ૧૦૮ એમ્બ્યુલન્સે સતત સેવા બજાવી સરાહનીય કામગીરી કરી હતી. હાલમાં દિવાળીના તહેવારોની ઉજવણીમાં લોકોને તાત્કાલિક સેવા પુરી પાડવા ૧૦૮ની એમ્બ્યુલન્સ સેવા તા. ૧-૧૧-૨૧ થી તા. ૫-૧૧-૨૧ સુધી સતત દોડાવી અવિરત સેવા અને લાઈફ  સેવિંગ સર્વિસ ૧૦૮ના સિધ્ધાંતને ખરા અર્થમાં સાકાર કર્યો છે. ૧૦૮ કોઈ યોજના નથી પરંતુ પારિવારિક ભાવનાઓ સાથે સંકળાયેલી લાગણીશીલ લોકહિત રક્ષક છે. જેમાં છેલ્લા પાંચ દિવસમાં મહેસાણા  જિલ્લામાં ૩૭૫, પાટણ ૨૬૫ તથા બનાસકાંઠામાં ૫૦૬ મળી કુલ ૧૧૪૬ દર્દીઓને ખાનગી તથા સરકારી  હોસ્પિટલોમાં સારવારઅર્થે દાખલ કરવામાં મદદરૃપ થઈ છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here