રૉ મટિરિયલના ભાવ ૨૦૦ ટકા વધતાં ઇન્ટરમિડિયેટ્સ ઇન્ડસ્ટ્રી કફોડી સ્થિતિમાં

0
378

[ad_1]

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, સોમવાર

છેલ્લા છ માસથી રૉ મટિરિયલના ભાવમાં આવેલા અકલ્પનિય વધારાને પરિણામે ડાઈઝ એન્ડ ઇન્ટમિડિયેટ્સ ઇન્ડસ્ટ્રીઝની હાલત કફોડી થઈ જવાની દહેશત છે. કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં વપરાતા બોયલરમાંથી ૮૦ટકા બોયલર કોલસા આધારિત બોયલર જ છે. તેને પરિણામે કોલસાના ભાવમાં આવેલા ૨૦૦ ટકાના ભાવ વધારાએ તેમના દરેક ગણિતો બદલી નાખ્યા છે. ડાઈઝ એન્ડ ઇન્ટરમિડિયેટ્સ માટેના બેઝિક રૉ મટિરિયલના ભાવ પણ સતત ઊંચકાઈ રહ્યા છે. કારણ કે તેમના ઉત્પાદન ખર્ચમાં ખાસ્સો વધારો થઈ ગયો છે. તેની સીધી અસર તેની નિકાસ અન ેતેના વેચાણ પર પણ જોવા મળી રહી છે.

તેની સીધી અસર પિગમેન્ટ,લેધર, વેલ, પ્લાસ્ટિગ અને કાપડ ઉદ્યોગ પર ખાસ્સી પડી રહી છે. તેમના કોસ્ટિંગ પણ ઊંચા જઈ રહ્યા છે.  ડાઈઝનો ઉપયોગ કરતી ઇન્ડસ્ટ્રી સામાન્ય રીતે એડવાન્સ પ્લાનિંગ કરે છે. વિદેશની ઇન્ડસ્ટ્રીઝ અનિશ્ચિતતાને કારણે તેમના પ્લાનિંગ પણ કરી શકી નથી. એચ-એસિડ બનાવવામાં માટે ઓલિયમ, નેપ્થાલિન, કોલસો, કોસ્ટિક સોડા ફ્લેક્સ ભાવ વધી જતાં એચ.એસિડનો કિલોદીઠ ભાવ રૃા. ૩૫૦ હતો તે આજે વધીને રૃા. ૫૮૦નો ભાવ થઈ ગયો છે. વિનાયલસલ્ફોન અને બિટાનેપ્થોલમાં પણ આ જ પ્રકારનો ભાવ વધારો આવ્યો છે. ઇન્ટરમિડિયેટ્સમાંથી ડાઈઝ બને છે. તેના માર્કેટ અત્યારે મળતા નથી. તેના ભાવમાં વધઘટ દેખાતી હોવાથી તેની ખરીદીના આગોતરા આયોજન થયા નથી. આમ તેમના મોંઘાભાવના ઇન્ટરમિડિયેટ્સને બજાર મળતું નથી. 

આ સ્થિતિએ ભારત માટે અમુક ઇન્ટરમિડિયેટ્સ બનાવવા માટે નવી તક પણ નિર્માણ કરી છે. ચીનમાં ન બનતા ઇન્ટરમિડિયેટ્સ અત્યારે ચીનમાં બનતા નથી. તે ઇન્ડિયામાં બનાવવાનો મોકો મળી જશે. ટોબિયાઝ, જે. એસિડ, સાયન્યુરિક ક્લોરાઈડ, બિટાનેપ્થોલ, કે.એસિડ જેવા સંખ્યાબંધ ઇન્ટરમિડિયેટ્સ ભારતમાં બનાવવાની તક ઊભી થઈ છે. ચીને ૨૫ વર્ષ પહેલા આ તમામના ઉત્પાદનમાં એન્ટ્રી લીધી તે પછી ભારતના અને ગુજરાતના તેનું ઉત્પાદન કરતાં એકમોને ખતમ કરી નાખ્યા હતા. ભાવમાં મોટો ફ્લક્યુઅશન લાવીને તેમણે ભારતના બજારોને તોડયા હતા. 

પરંતુ એક્ટિવ ફાર્માસ્યૂટિકલ્સ ઇનગ્રેડિયન્ટ્સ-એપીઆઈ માટે પ્રોડક્ટ લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમની જાહેરાત કરી છે અને તેને માટે એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સના ધોરણો પર્યાવરણને અસર ન કર ેતે રીતે ઉદાર બનાવાયા છે તેવી જ રીતે ચીનમાં જ બનતા ઇન્ટરમિડિયેટ્સ માટેના એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સના અને પબ્લિક હિયરિંગના ધોરણો હળવા કરી દેવામાં આવે તો તેવા સંજોગોમાં ભારતમાં પણ તે ઇન્ટરમિડિયેટ્સ બનતા થઈ જશે. તેને પરિણામે ચીન પરની નિર્ભરતામાં ગટાડો થશે, એમ ઇન્ટરમિડિયેટ્સ ઇન્ડસ્ટ્રીઝના એસોસિયેશનના હોદ્દેદારોનું કહેવું છે. જોકે નવા ઓર્ડર નીકળશે અને હવે પછી ભાવ વધારો નહિ આવે તો તેવા સંજોગોમાં બજાર આગામી એકાદ મહિનામાં નોર્મલ બની શકે છે. 

ઇન્ટરમિડીયેટ્સ ઇન્ડસ્ટ્રીમાં વપરાતા કાચા માલના

કિલોદીઠ ભાવમાં છ મહિનામાં થયેલો વધારો

પ્રોડક્ટ જૂના ભાવ હાલના ભાવ

કોલસો રૃા.૫.૫૦ રૃા.૧૬.૦૦

એનિલિન રૃા. ૧૪૫.૦૦ રૃા. ૨૦૦.૦૦

કોસ્ટિક સોડા ફ્લેક્સ રૃા.૨૬.૦૦ રૃા.૭૫.૦૦

સોડા ઍશ રૃા.૨૧.૦૦ રૃા. ૩૪.૦૦

નેપ્થેલિન રૃા.૭૨.૦૦ રૃા. ૧૨૮.૦૦

એસિક એસિડ રૃા.૨૮.૦૦ રૃા.૧૦૫.૦૦

સલ્ફર રૃા.૧૩.૦૦ રૃા. ૨૧.૦૦

ફિનોલ રૃા.૯૦.૦૦ રૃા.૧૩૫.૦૦

ફોસ્ફરસ ટ્રાઈ રૃા. ૮૦.૦૦ રૃા.૪૨૫.૦૦

સલ્ફ્યુરિક એસિડ રૃા. ૦૫.૦૦ રૃા. ૧૨.૦૦

ક્લોરોસલ્ફોનિક રૃા.૦૮.૦૦ રૃા.૨૧.૦૦

ઓલિયમ રૃા.૦૫.૦૦ રૃા. ૧૬.૦૦

સલ્ફ્યુરિક ક્લોરાઈડ રૃા. ૧૫૦.૦૦ રૃ. ૫૨૦.૦૦

એચ.એસિડ રૃા. ૩૫૦.૦૦ રૃા.૫૮૦.૦૦

વિનાયલ સલ્ફોન રૃા. ૨૧૦.૦૦ રૃા. ૪૨૫.૦૦

જે.એસિડ રૃા. ૪૫૦.૦૦ રૃા.૬૫૦.૦૦

બિટાનેપ્થોલ રૃા. ૧૬૫.૦૦ રૃા. ૨૮૦.૦૦

ટોબિયાઝ રૃા. ૧૯૦.૦૦ રૃા.૨૮૦.૦૦

ગામા એસિડ રૃા. ૫૧૦ રૃા.૭૮૦.૦૦

ટુ પીરીડોન રૃા. ૫૧૦.૦૦ રૃા.૧૦૦૦.૦૦

મિથાઈલ એસ્ટર રૃા. ૯૦.૦૦ રૃા. ૪૦૦.૦૦

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here