વડોદરા: NSUIના પૂર્વ કાર્યકર અને MSUના CRનો રેલવે લાઈન પર પડતું મૂકી આપઘાત

0
356

[ad_1]

વડોદરા, તા. 6 નવેમ્બર 2021 શનિવાર

વડોદરા શહેરના વડસર વિસ્તારની શ્રમજીવી વસાહત ખાતે રહેતા અને એમ.એસ.યુનિ.માં NSUIનો ભૂતપૂર્વ કાર્યકરે રેલ્વે લાઈન પર પડતું મૂકી આપઘાત કર્યો હતો.

દિવાળીની ઉજવણીને લઇ વાસુ પ્રવીણ પટેલ ગત તા. 4 નવેમ્બર દિવાળીના દિવસે જ એકા એક બપોરના દોઢ વાગ્યાની આસપાસ વાસુ વડસર બ્રીજથી માંજલપુર તરફના રેલવે ટ્રેક ઉપર પહોંચ્યો હતો અને રેલવે લાઈન પર પડતું મૂકી આપઘાત કર્યો હતો.

આપઘાતના કિસ્સામાં જે રીતે મૃતદેહ મળ્યો છે તેમાં રેલવે ટ્રેક એક બાજુ તેની ગરદન હતી અને બીજી બાજુ મૃતદેહ હતો મૃતદેહ મળ્યો છે તે રીતે જોતાં આપઘાત કર્યો છે કે કેમ તે અંગે શંકા સેવાઇ રહી છે.

વાસુ પટેલના ગળાના ભાગેથી ટ્રેન ફરી વળતા તેના ધડથી માથુ અલગ થઇ ગયું હતુ. વાસુ પટેલે કયા કારણોસર અચાનક આપઘાત કરવાનુ પગલું ભર્યું તે અંગે હજી સુધી કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here