ભાવનગરમાં પેટ્રોલના ભાવમાં રૂપિયા 11.62, ડીઝલમાં 17.05નો ઘટાડો

0
371

[ad_1]


– પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ લાગુ પડતા પેટ્રોલ પંપ પર વાહનોની કતાર લાગી 

– પેટ્રોલનો લીટર નવો ભાવ રૂ. 96.84 અને ડીઝલનો 90.84, પાવર પેટ્રોલમાં રૂ. 11.51નો ઘટાડો, નવો ભાવ રૂ. 100.39 

ભાવનગર : પેટ્રોલ-ડીઝલના ભાવ તબક્કાવાર છેલ્લા ૬ માસથી વધી રહ્યા હતા તેથી પેટ્રોલ-ડીઝલના ભાવ ઐતિહાસીક સપાટીએ પહોંચી ગયા હતાં. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ભાવનગરના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા પરંતુ દિવાળી પર્વ પૂર્વે કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડયુટી ઘટાડયા બાદ રાજ્ય સરકારે પણ વેટ ઘટાડતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે તેથી લોકોને રાહત થઈ છે. ભાવનગર શહેર અને જિલ્લામાં આજે ગુરૂવારે નવા ભાવ લાગુ થઈ ગયા છે. પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ લાગુ પડતા પેટ્રોલ પંપ પર વાહનોની કતાર લાગી હતી. 

કેન્દ્ર સરકારે ગુરૂવારે રાત્રીના સમયે પેટ્રોલમાં રૂ. પ અને ડીઝલમાં રૂ. ૧૦ની એક્સાઈઝ ડયુટી ઘટાડવાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ રાત્રીના ૧ર કલાકે ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલમાં વેટ રૂ. ૭ ઘટાડયો હતો તેથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થયો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં આજે ગુરૂવારે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ લાગુ થઈ ગયા છે. ભાવનગરમાં પેટ્રોલના લીટરના ભાવ રૂ. ૧૦૮.૪૬ હતા પરંતુ રૂ. ૧૧.૬રનો ઘટાડો આવતા નવો ભાવ રૂ. ૯૬.૮૪ થયો છે. ડીઝલના લીટરના ભાવ રૂ. ૧૦૭.૮૯ હતા પરંતુ રૂ. ૧૭.૦પનો ઘટાડો થતા ડીઝલના નવા ભાવ રૂ. ૯૦.૮૪ થયો છે, જયારે પાવર પેટ્રોલનો લીટરનો ભાવ રૂ. ૧૧૧.૯૦ હતો પરંતુ ૧૧.પ૧નો ભાવ ઘટાડો આવતા પાવર પેટ્રોલનો નવો ભાવ રૂ. ૧૦૦.૩૯ થયો છે. 

પેટ્રોલ-ડીઝલના આટલા ભાવ કયારેય વધ્યા નથી તેથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા અને ભાજપ સરકારની ટીકા કરતા નજરે પડી રહ્યા હતા પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટતા લોકોને થોડી રાહત થઈ છે. હજુ પેટ્રોલ-ડીઝલના ભાવ વધુ જ છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ રૂ. ૮૦ની અંદર જાય તેવુ આયોજન સરકારે કરવુ જોઈએ તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. દિવાળી પર્વ પર પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે પરંતુ હવે સરકાર પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારે નહી તો સારૂ તેવી પણ ચર્ચા લોકોમાં ચાલી રહી છે. 

પેટા ચૂંટણીમાં ભાજપને ફટકો પડતા ભાવ ઘટાડયાની ચર્ચા 

કેટલાક રાજ્યોમાં તાજેતરમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી હતી. આ પેટા ચૂંટણીમાં હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં ભાજપના ઉમેદવારોનો પરાજય થયો હતો અને ભાજપની ધારણા ઉંધી પડી હતી. પેટ્રોલ-ડીઝલના ભાવ, મોંઘવારી વગેરેના કારણે પેટા ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો હોવાની ચર્ચા ચાલી હતી તેથી ભાજપ સરકારે તત્કાલ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા નિર્ણય કર્યો હોવાનુ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. પેટ્રોલ-ડીઝલનો ભાવ ઘટાડોએ પેટા ચૂંટણીની ઈફેકટ છે તેવા મેસેજ સોશીયલ મીડિયામાં પણ ફરતા થયા હતાં. 

પેટ્રોલ-ડીઝલના ભાવમાં હજુ રૂ. 15નો ઘટાડો કરવા માંગણી 

પેટ્રોલ-ડીઝલના ભાવ ઘણા સમયથી વધી રહ્યા હતા અને ઐતિહાસીક સપાટીએ પહોંચી ગયા હતા તેથી વાહન ચાલકો કચવાટ કરતા નજરે પડતા હતાં. સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ હાલ ઘટાડતા લોકોને રાહત થઈ છે પરંતુ હજુ પેટ્રોલ-ડીઝલના ભાવ પહેલા કરતા વધુ જ છે ત્યારે હજુ પેટ્રોલ-ડીઝલનો ભાવ ઘટાડો કરવા માંગણી ઉઠી રહી છે. હજુ આશરે રૂ. ૧પનો ભાવ ઘટાડો કરવા માંગણી થઈ રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓમાં પણ ભાવ વધારો થયો છે તેથી મોંઘવારી વધી છે ત્યારે લોકહિતમાં મોંઘવારી ઘટાડવી જરૂરી છે તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે.  

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here