[ad_1]
– ફુગાવો કાબૂમાં હોવાના પોકળ દાવા પછી ગભરાયેલી સરકાર
– કેન્દ્ર અને ગુજરાતે કરેલા વેરાના ઘટાડાથી પેટ્રોલના લિટરદીઠ ભાવમાં રૂા. 12 અને ડીઝલના ભાવમાં રૂા.17નો ઘટાડો
અમદાવાદ : પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવને કારણે શાકભાજી સહિતની ઘરવપરાશની તમામ સામગ્રીઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી ત્રાહિમામ પોકારી ચૂકેલી જનતાનો ભાજપ સામેનો આક્રોશ વિરોધમાં પરિવર્તિત થાય તે પૂર્વે જ ગુજરાત સરકારે પણ પેટ્રોલ અને ડીઝલના પરના મૂલ્ય વર્ધિત વેરા-વેટના દરમાં ઘટાડો કરવાના જાહેરાત કરી છે. ગુજરાત સરકારે પેટ્રોલ પરનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ૨૦.૨ ટકાથી ઘટાડીને ૧૩.૭ ટકા કર્યો છે. આમ પેટ્રોલ પરના જીએસટીમાં ૬.૫ ટકાનો ઘટાડો કર્યો છે. તેમ જ ડીઝલ પરનો વેટ ૨૦.૨ ટકાથી ઘટાડીને ૧૪.૯ ટકા કર્યો છે. પરિણામે ડીઝલમાં અસરકારક ઘટાડો ૫.૩ ટકાનો આવ્યો છે.
ગુજરાત સરકારે વેટમાં અને કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડયૂટીમાં કરેલા ઘટાડાની સંયુક્ત અસર હેઠળ ગુજરાતમાં પેટ્રોલના લિટરદીઠ ભાવમાં રૂા.૧૨નો અને ડીઝલના લિટરદીઠ ભાવમાં રૂા.૧૭નો ઘટાડો આવ્યો છે. ભાજપ શાસનમાં મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો હોવા છતાંય ફુુગાવાનો દર અંકુશમાં જ હોવાનું જણાવી સરકાર પ્રજાને ભરમાવતી આવી છે. પરંતુ પેટ્રોલ-ડીઝલના લિટરદીઠ ભાવ રૂા.૧૦૦ને વળોટી જતાં જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. પરિણામે લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં ભાજપ વિરુદ્દ મતદાન થયું હતું. પરિણામે જુદા જુદાં રાજ્યોની વિધાનસભાની પેટા ચૂંટણી અને લોકસભાની પેટાચૂંટણીમાં ભાજપનો કરુણ રકાસ થતાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પ્રજાનો મિજાજ પારખી જઈને તેમણે પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટાડવાનું પગલું લીધું હતું. જોકે પેટ્રોલ-ડીઝલનો દિવાળીમાં અંદાજિત વપરાશ વધતા રૂા. ૩૫૦૦૦ કરોડનો થવાનો અંદાજ છે. આ વપરાશ પેટે એકથી ચાર ત ારીખમાં મોટા ભાગની ખરીદી થઈ ગઈ છે. પરિણામે નવેમ્બર મહિના કરતાં ડિસેમ્બર મહિનાના વેચાણમાં સરકારની વેટની અને એક્સાઈઝની આવક પર ઘટાડાની અસર જોવા મળી શકે છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને પરિણામ માલ પરિવહનના દર ઊંચા જતાં દરેક ચીજવસ્તુઓના ભાવ ઊંચા ગયા હતા. તેની અસર હેઠલ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ મોંઘવારીના ભારણ હેઠળ કચડાઈ રહ્યો હતો. પરંતુ સરકારને પ્રજાનું જે થવાનું હોય તે થાય, પણ સરકારની આવક તો વધવી જ જોઈએ. તેમાંય પ્રધાનો તો એમ જ કહેતા આવ્યા છે કેસારી સુવિધા જોઈતી હોય તો વધારે ટેક્સ ભરવા દરેકે તૈયાર જ રહેવું જોઈએ. પરંતુ આ જ સરકારી મિનિસ્ટરો સરકારી પ્રોજેક્ટ્સમાં થઈ રહેલા કરપ્શનને કારણે ટેક્સ પેયર્સના નાણાંના થઈ રહેલા બગાડને મુદ્દે સાવ જ મૌન સેવીને બેસી જાય છે. તેથી પ્રજાજનોમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે મધ્યમ વર્ગ મરો, ગરીબ વર્ગ મરો, સરકારનું તરભાણું ભરોની નીતિ સાથે જ વર્તમાન ભાજપ સરકાર કામ કરી રહી છે.
ગૃહિણીના રસોડામાં વપરાતી દરેક વસ્તુઓના ભાવ ખાસ્સા વધી ગયા હોવા છતાંય સરકારનું એક જ રટણ હતું કે ફુગાવાનો દર અંકુશમાં છે. મોંઘવારીમાં કોઈ જ વધારો થયો નથી. તેથી પ્રજા રોષે ભરાઈ હતી. આ ભાવ ઘટાડાથી મોંઘવારીથી ત્રસ્ત લોકોને રાહત જરૂર થશે પણ મોંઘવારીએ જે માઝા મૂકી છે તે જોતાં તો આ નજીવી જ રાહત છે. પ્રજા ઇચ્છે છે કે મોંઘવારીમાં સમગ્રતયા ઘટાડો થવો જોઇએ.
પેટાચૂંટણીમાં રકાસ થતાં ગભરાયેલી સરકારને ભાવ ઘટાડવાની ફરજ પડી
શહેર |
પેટ્રોલ |
|
ડિઝલ |
|
– |
જૂના ભાવ |
નવા ભાવ |
જૂના ભાવ |
નવા ભાવ |
અમદાવાદ |
૧૦૬.૭૩ |
૯૫.૨૧ |
૧૦૬.૧૮ |
૮૯.૧૯ |
વડોદરા |
૧૦૬.૨૭ |
૯૪.૭૮ |
૧૦૫.૭૩ |
૮૮.૭૭ |
સુરત |
૧૦૬.૫૧ |
૯૫.૦૧ |
૧૦૫.૯૯ |
૮૯.૦૧ |
રાજકોટ |
૧૦૬.૩૭ |
૯૪.૮૭ |
૧૦૫.૮૯ |
૮૮.૮૮ |
જામનગર |
૧૦૬.૫૯ |
૯૫.૦૮ |
૧૦૬.૦૫ |
૮૯.૦૬ |
પાડોશી દેશોમાં પેટ્રોલના ભાવ ભારત કરતાં 30 ટકા ઓછા
દેશ |
પેટ્રોલના ભાવ |
શ્રીલંકા |
રૂ. ૬૮.૬૪ |
પાકિસ્તાન |
રૂ. ૫૨.૧૨ |
નેપાળ |
રૂ. ૭૮.૯૨ |
વેનેઝુએલા |
રૂ. ૦૧.૪૮ |
[ad_2]
Source link