[ad_1]
– જામનગરના નવાગામ ઘેડમાં નજીક મધુવન સોસાયટીમાં ઊલટો કિસ્સો
જામનગર, તા. 4 નવેમ્બર 2021, ગુરૂવાર
જામનગરમાં નવાગામ ઘેડ નજીક મધુવન સોસાયટી વિસ્તારમાં રહેતી એક મહિલાએ એસીડ પી લઇ આત્મહત્યા કરી લીધી છે. પોતાની પુત્રવધુ રિસામણે ચાલી જતાં માઠું લાગવાથી આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં મધુવન સોસાયટીમાં રહેતા જમનાબેન ગોવિંદભાઈ જમરિયા નામની 45 વર્ષની મહિલાએ પોતાના ઘેર એસિડ પી લેતાં બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું ગઈકાલે મૃત્યુ નિપજયું છે.
આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સીટી બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક જમનાબેનની પુત્રવધુ ગત 10મી ઓક્ટોબરના દિવસે રિસાઈને પોતાના માવતરે ચાલી ગઈ હતી. જેથી સાસુ જમનાબેનને માઠું લાગી આવતાં તેમણે ઘરમાં પડેલું એસિડ પી લેતાં બેશુદ્ધ બન્યા હતા. તેઓએ ગઈ કાલે સારવાર દરમિયાન જી.જી. હોસ્પિટલના બિછાને દમ તોડયો છે. સીટી બી ડિવિઝન પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે.
[ad_2]
Source link