[ad_1]
વડોદરાઃ વસ્તી અને વિસ્તાર વધવાને કારણે લાકડાના પીઠા રહેણાંક વિસ્તારો વચ્ચે આવી જતાં હવે વધુ જોખમી બન્યા છે.પાદરામાં ગઇકાલે આવા જ એક બનાવમાં લાકડાના પીઠામાં મોટું નુકસાન થયું હતું.
વડોદરાના હરણી વિસ્તારમાં ત્રણ દિવસ પહેલાં સો મીલમાં લાગેલી આગને કારણે ભારે અફરાતફરી સર્જાઇ હતી.ફાયર બ્રિગેડને આગ કાબૂમાં લેવા માટે ૪૦ થી વધુ પાણીની ટેન્કરો ખાલી કરવી પડી હતી.
હરણીની જુદી જુદી બે સો મીલમાં લાગેલી આગને કારણે બાજુના રહેણાંક મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતા.આગનું ચોક્કસ કારણ હજી ખૂલ્યું નથી.પરંતુ ફટાકડાને લગતું હોવાનું મનાય છે.
ઉપરોક્ત બનાવ બાદ ગઇ મધરાતે પાદરાના સ્ટેશન રોડ વિસ્તારમાં ગર્લ્સ સ્કૂલ નજીક આવેલા લાકડાના પીઠામાં આગ ભભૂકી ઉઠતાં મદદ માટે વડોદરા ફાયર બ્રિગેડને બોલાવાઇ હતી.લગભગ ત્રણ કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી હતી.આગનું પ્રાથમિક કારણ ફટાકડાનું હોવાનું મનાય છે.પરંતુ તેમ છતાં તપાસ દરમિયાન વધુ વિગતો ખૂલશે.
[ad_2]
Source link