દિવાળી ટાણે તસ્કરોને મોકળું મેદાન મળ્યુંઃ હરણી વારસીયા રોડ પર બે મકાનમાં ચોરી

0
131

[ad_1]

વડોદરા, તા. 4 નવેમ્બર 2021, ગુરૂવાર

શહેરના હરણી વારસીયા રોડ ઉપર આવેલી વેનિસ વેલા ડુપ્લેક્સમાં ત્રાટકેલા તસ્કરો બે મકાનને નિશાન બનાવી 1.98 લાખ ઉપરાંતની મત્તા ચોરી ફરાર થઈ ગયાનો બનાવ વારસિયા પોલીસ મથકે નોંધાયો છે. 

વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ ઉપર આવેલા વેનિસ વેલા ડુપ્લેક્સમાં રહેતાં કૈલાસ કાલડા હાથીખાના બજારમાં અનાજ કરિયાણાની દુકાન ધરાવે છે. તેમનો પરિવાર રાત્રે જમી પરવારી ઉપરના માળે સુવા માટે ગયો હતો. બીજા દિવસે સવારે મકાનમાં ચોરી થઇ  હોવાનું જાણવા મળ્યું હતું.  

અજાણ્યા તસ્કરો મકાનની બારીનો તોડી  મકાનમાં પ્રવેશી લાકડાના કબાટમાંથી રૂપિયા 1.98 લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણા ચોરી ફરાર થઇ ગયા હોવાનું બહાર આવ્યું હતું. તેમજ તેમના પાડોશી વિજય કુકરેજાના મકાનમાં પણ અજાણ્યા તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here