[ad_1]
બાયડ,તા. 3
કાળી ચૌદશે નિમિત્તે અરવલ્લી
જિલ્લામાં નાના-મોટા હનુમાનજી મંદિરોમાં ભક્તોની લાંબી કતારો લાગી હતી. મોડી રાત
સુધી પુજન-અર્ચન વિધી તેમજ મારૂતિયજ્ઞાો ચાલ્યા હતા અને તેમાં મોટી સંખ્યામાં ભકતો
સામેલ થયા હતા.
કાળી ચૌદશનું આજે પણ અનેરૃં મહત્વ છે
અને તેમા ય હનુમાનજીનું મહાત્મય એનક ગણું છે અને આ દિવસે ભાગ્યે જ કોઈ ભક્ત હશે કે
તે હનુમાનજી મંદિરમાં જઈ ને પુજા અર્ચના કરે નહી. જિલ્લાના અનેક હનુમાનજી મંદિરો
સુશોભિત કરાયા હતા અને મંડપ બાંધીને મારૂતિ યજ્ઞાના આયોજન પણ કરવામાં આવ્યા હતા.
ભક્તોએ તેલથી લઈ સિંદુર, અડદથી ભગવાનને રિઝવ્યા હતા અને અનેક
મંદિરોમાં અંજનીપુત્રને નવા વાઘા અર્પણ કરાયા હતા. કાળી ચૌદશે પવનસુતના દર્શન
કરીને ભકતો ભાવ વિભોર થયા હતા.
કાળી ચૌદશ અને હનુમાનજીની પુજાનું
પરંપરાગત ચાલ્યું આવતું મહત્વ આજે પણ અકબંધ રહ્યું છે અને આ દિવસે હનુમાનજીની પુજા
કરવાનો તેમજ દર્શન કરવાનું અનોખું મહત્વ હોય છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ
હનુમાનજી મંદિરોને સુશોભિત કરાયા હતા અને મંડપ બાંધવામાં આવ્યા હતા અને મારૂતયજ્ઞાના
આયોજન કરાયા હતા. ઘરમાં સુખ, સંપતિ અને સમૃદ્ધિ આવે તેમજ કંકાસ દુર થાય
અને પરિવાર સ્વચ્થ રહે તે માટે ભક્તોએ મારૂતિયજ્ઞામાં ભાગ પણ લીધો હતો.
મારૂતિનંદન એવા ભગવાનની વિશેષ
આરતીનું પણ આયોજન કરાયું હતું અને તેમાં
મોટી સંખ્યામાં ભક્તો સામેલ થયા હતા. કાળી
ચૌદશ ના દિવસે તેમની વિશેષ પુજા અર્ચના કરીને ધન્યતા અનુભવે છે. અરવલ્લી જિલ્લામાં
આવેલા અનેક નાના-મોટા હનુમાનજી મંદિરોમાં મોડી રાત સુધી ભક્તોએ પુજા અર્ચના કરવાની
સાથે આરતીમાં પણ ભાગ લીધો હતો.
હનુમાનજીમાં વિશેષ આસ્થા ધરાવનારા અનેક ભક્તોએ ૧૦૮ વાર હનુમાન ચાલીસાના પાઠ
કર્યા હતા. ભગવાન હનુમાનજીની મુર્તિઓને પણ વિશેષ શણગારવામાં આવી હતી તો અનેક ભક્તોએે
નવા વાઘા પણ પહેરાવ્યા હતા. પરંપરાગત સમય થી ચાલી આવતી વિશેષ પુજા અર્ચના કરી
જીવનમાંથી દુખ દુર થાય તેમજ સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના કરવાની સાથે દાદાના
ચરણોમાં શિશ ઝુકાવ્યા હતા.
[ad_2]
Source link