[ad_1]
અમદાવાદ
યુજી-નીટનું
પરિણામ જાહેર થયા બાદ ધો.૧૨ સાયન્સ પછીના
મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટેની પ્રક્રિયા ૧૦મી નવેમ્બર બાદ શરૃ થશે. આ વર્ષે
મેડિકલમાં બેઠકો વધી શકે છે પરંતુ બીજી બાજુ વિદ્યાર્થીઓ ખૂબ જ વધુ હોવાથી પ્રવેશ
માટે ભારે ધસારો રહેશે.
ધો.૧૨
સાયન્સના બી ગુ્રપના વિદ્યાર્થીઓ નીટના આધારે મેડિકલ,ડેન્ટલ,
આયુર્વેદિક ,હોમિયોપેથી અને નેચરોપેથી સહિતના
પાંચ કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે.નીટનું પરિણામ મોડે મોડે આવી તો ગયુ છે પરંતુ
હવે પ્રવેશ પ્રક્રિયા કયારથી શરૃ થશે તેને લઈને વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા
છે.નેશનલ ટેસ્ટિગ એજન્સી દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓના નીટ સ્કોર-રેન્કિંગનો ડેટા
મળી ગયા બાદ ગુજરાત સરકારની મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૃ કરી
દેવાશે.જે લગભગ ૧૦મી નવેમ્બર પછી ૧૫મીની આસપાસ શરૃ થાય તેવી શક્યતા છે.
આ વર્ષે મેડિકલ-ડેન્ટલ સાથે પેરામેડિકલની પ્રવેશ
પ્રક્રિયા પણ સમાંતર જ ચાલશે.કારણકે પેરામેડિકલના રજિસ્ટ્રેશન બાદ હજુ સુધી
મેરિટ-ચોઈસ ફિલિંગ-એડમિશન પ્રક્રિયા બાકી છે.મેડિકલ-ડેન્ટલમાં આ વર્ષે બેઠકો વધે
તેવી શક્યતા છે.ખાસ કરીને આયુર્વેદિકમાં ઘણી બેઠકો વધી શકે છે.આ વર્ષે ઘણી મેડિકલ
કોલેજોમાં ઈન્સપેકશન થયા હોવાથી પરમિશન મળતા બેઠકો વધવાની શક્યતા છે પરંતુ બીજી
બાજુ વિદ્યાર્થીઓ પણ ખૂબ જ વધ્યા છે.આ વર્ષે ગુજરાતમાંથી નીટ ક્વોલિફાઈ કરનારા
અંદાજે ૪૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ છે.ગત વર્ષે ૩૬૩૯૮ વિદ્યાર્થીઓ પાસ ક્વોલિફાઈ
થયા હતા.
[ad_2]
Source link