પ્રકાશના પર્વ દિવાળીના તહેવારને ઉજવવા કચ્છભરમાં અનેરો થનગનાટ

0
171

[ad_1]

ભુજ, બુધવાર

કચ્છભરમાં પ્રકાશના પર્વ દિવાળીના તહેવારને ઉજવવા કચ્છભરમાં થનગનાટ જોવા મળે છે. જિલ્લાભરમાં દિવાળી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે. સવારાથી મંદિરોએ દેવ દર્શન કરાશે. વેપારીઓ ચોપડા પુજન કરશે અને સાંજે ફટાકડા ફોડી પ્રકાશના પર્વની ઉજવણી થશે. આજે બજારમાં મીઠાઈ, ફટાકડા, કપડાની છેલ્લી ઘડીની ખરીદી કરવા લોકો ઉમટયા હતા. 

દિવાળીના પર્વને લઈને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળે છે. દિવાળી, નૂતન વર્ષ, ભાઈ બીજ આગામી ત્રણ દિવસ ઉત્સાહનો માહોલ જોવા મળશે. આજે દિવાળી માટેના નવા વસ્ત્રો, ઘરના સુશોભનની ચીજવસ્તુ, મીઠાઈ, ફટાકડા ખરીદવા મોડી રાત સુાધી ધમાધમાટ જોવા મળ્યો હતો. અનેક મંદિરોને દિવાળી નિમિતે રોશનીથી શણગારવામાં આવ્યા હતા. ઘરની બહાર દીવડા પ્રગટાવીને પ્રકાશનું પર્વ ઉજવવામાં આવશે. છેલ્લા બે વર્ષાથી લોકો કોરોનાના લીધે દિવાળી પર્વની ઉજવણી ફિક્કી રહેતી હતી.

આ વર્ષે કોરોના સંક્રમણ ઓછું હોવાથી દિવાળી પૂર્વે ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી. મોંઘવારી છે છતાં પણ લોકોમાં દિવાળીની ઉજવણી કરવા માટે ઉત્સાહ જોવા મળી રહયો છે. આવતીકાલે કચ્છમાં  દિવાળીની ઉલ્લાસભેર ઉજવણી થશે. મંગળા આરતી, દેવ દર્શન યોજાશે. વેપારીઓ કોમ્પ્યુટર યુગમાં પણ પરંપરા મુજબ ચોપડા પૂજન કરશે. જયારે સાંજ પડતા જ ફટાકડાના રંગોથી આકાશ રંગબેરંગી બની જશે. આમ કોરોના અને મોંઘવારીની ચિંતા છોડી લોકો આનંદ અને ઉલ્લાસ સાથે પ્રકાશ પર્વની ઉજવણી કરશે. 

આજે સ્વાતિ નક્ષત્રમાં દિવાળી ચોપડા-લક્ષ્મી પૂજન માટે શ્રેષ્ઠ

આવતીકાલે સ્વાતિ નક્ષત્રમાં આ વર્ષે દિવાળી ઉત્તમ ગણાશે. આસો વદ અમાસને ગુરૃવાર તા.૪ ઓક્ટોબરના દિપાવલીના દિવસે સ્વાતિ નક્ષત્ર સવારના ૭.૪૧થી આખો દિવસ અને રાત છે.સ્વાતિ નક્ષત્રમાં આ વર્ષે દિવાળીનો દિવસ ચોપડા પૂજન માટે, લક્ષ્મી પૂજન માટે ઉત્તમ ગણાય  છે. આ દિવસે ચોપડા પુજન કરવું અતિ ઉત્તમ છે. દિવાળીના દિવસે સમુદ્રમાંથી લક્ષ્મીજીનો  પાદુર્ભાવ થયેલો ઉપરાંત ભગવાન રામે રાવણને મારી વિજય મેળવી આ જ દિવસે અયોધ્યા પરત ફર્યા હતા તેમજ ઉજ્જૈનના સમ્રાટ વિક્રમોદિત્ય સુરાજ્ય શાસન પર્વની સૃથાપના આ દિવસે કરી હતી. શ્રી કૃષ્ણ ભગવાને કાળી ચૌદશના દિવસે નરકાસુરનો વાધ કર્યો અને બીજા દિવસે એટલે દિાળીના દિવસે લોકોએ ઉત્સવ ઉજવ્યો હતો. પાંડવો ચૌદ વરસનો વનવાસ ભોગવીને હસ્તિનાપુર આવ્યા હતા. એ દિવસ હતો. આમ અલગ અલગ પ્રકારે દિવાળીનું મહત્વ રહેલું છે. પ્રભુ મહાવીર સ્વામીના નિર્વાણ કલ્યાણકનો પણ આ દિવસ છે.  ઘણા વર્ષો બાદ આ વર્ષે દિવાળી સૃથાતિ નક્ષત્રમાં છે. ઉપરાંત આખો દિવસ અને રાત છે જેાથી લક્ષ્મીપૂજન, ચોપડા પૂજન માટે શ્રેષ્ઠ છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here