[ad_1]
સવારે જેસીબીએ જર્જરિત બિલ્ડીંગના નીચે
ભાગે તોડફોડ શરૃ કરતા પૂર્વ કોર્પોરેટરના પતિ હસમુખ પટેલને લોકોએ કોલ કરી ભય વ્યક્તિ
કર્યો છતા માન્યા નહી
સુરત,
સુરત રાંદેર-અડાજણમાં જર્જરિત
ચાર માળના એપાર્ટમેન્ટ દિવાળીની રજાનો લાભ લઇ અયોગ્ય રીતે ડિમોલીશન કરાતા બિલ્ડીંગ
તૂટીને બાજુના ત્રણ બંગલા ઉપર પડતા ત્રણેય બંગલાને નુક્સાન થયું હતું. સદનસીબે કોઇ
જાનહાનિ થઇ નહોતી. બિલ્ડીંગ ઉપરના ભાગેથી તોડવાનું શરૃ કરવાને બદલે નીચેના ભાગથી તોડવાનું
શરૃ કરાયું હતું. ભાજપના માજી મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા આ અયોગ્ય ડિમોલીશન કરી
લોકોના જીવ જોખમમાં મુકતા પોલીસમાં અરજી પણ કરવામાં આવી છે.
મ્યુનિ.ના રાંદેર ઝોનમાં અડાજણ
વિસ્તારમાં બીએસએનલની નજીક આવેલી સાઈનગર સોસાયટીમાં આવેલું રામતિર્થ એપાર્ટમેન્ટ જર્જરિત
થતા મ્યુનિ. ખાલી કરવા નોટિસ આપી હતી. બિલ્ડીંગના કેટલાક ફ્લેટ ભાજપ માજી કોર્પોરેટર
ગીતા પટેલના પતિ હસમુખ પટેલ અને તેમના ભાગીદારોએ ખરીદી લીધા હતા. કેટલાક માલિકોએ ફ્લેટ
વેચ્યા નહોતા છતા તેમણે રાજકીય વગનો ઉપયોગ કરી બિલ્ડીંગનું ડિમોલીશન દિવાળીની રજામાં
થઇ જાય તેવી ગોઠવણ કરી હતી.
આજે સવારે સવારે જેસીબી મશીનથી
જોખમી રીતે ડિમોલીશન શરૃ કરાતા આસપાસના રહીશોએ હસમુખ પટેલને કોલ કરી જાણ કરી હતી. અનેક
વાર કોલ કરવા છતાં રહીશોની વાત સાંભળવામાં આવી નહોતી અને ડિમોલીશન ઝડપથી આટોપવા બિલ્ડીંગની
ઉપરના ભાગને બદલે પાયામાંથી ડિમોલીશન શરૃ કરી દીધું હતું. આ કામગીરી દરમિયાન એકાએક
બિલ્ડીંગ તૂટીને ધડાકાભેર બાજુમાં આવેલા ત્રણ બંગલા ઉપર પડી ગયું હતું. દુર્ઘટના બની
ત્યારે બંગલા નંબર-૮૨ અને ૮૫નો પરિવાર સૂતેલો હતો. બિલ્ડીંગ ધરાશયી થતા ત્રણેય બંગલાની
દિવાલ અને બારીઓ તૂટી ગઈ હતી.
આ દુર્ઘટના બન્યા બાદ મ્યનિ.નો
સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સાથે પોલીસ પણ ધસી ગઇ હતી. મ્યુનિ. અધિકારીઓએ પણ ડિમોલીશન
યોગ્ય રીતે થતું ન હોવાની વાત સ્વીકારી હતી. દુર્ઘટનાના લાંબા સમય બાદ હસમુખ પટેલ સ્થળ
ઉપર પહોંચ્યા હતા અને ઉધ્ધત વર્તન કરતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. સ્થળ પર પહોંચેલા
સ્થાનિક કોર્પોરેટર કેયુર ચપટવાલાએ મ્યુનિ. અધિકારીઓને જરુરી પગલા ભરવા સૂચના આપી હતી.
અગાઉ પણ બિલ્ડર વિરૃધ્ધ પોલીસ ફરિયાદ
થઈ ચુકી છે
રામ તિર્થ એપાર્ટમેન્ટને જર્જરિત
જાહેર કરાયા બાદ તેના ફ્લેટ ખરીદી માટે ભાજપના મહિલા કોર્પોરેટર ગીતા પટેલના પતિ હસમુખ
પટેલ અને તેમના પાર્ટનર દ્વારા ફ્લેટ ધારકો
સામે દાદાગીરી કરવામાં આવી હતી. ધમકી આપીને ફ્લેટ ખાલી કરાવવાનો પ્રયાસ થયો હોવાની
ચર્ચા પણ સ્થળ પરથી સાંભળવા મળી હતી. આ પહેલાં પણ બિલ્ડરની કરતુત સામે પોલીસ ફરિયાદ
થઈ હતી. આજે જોખમી રીતે ડિમોલીશન કરાતા ્અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા હતા તેની સામે
પણ પોલીસ ફરિયાદ થઈ હતી. જોકે, આ મુદ્દે સુરત મ્યુનિ. તંત્રની ભુમિકા સામ પણ શંકા થઈ
રહી છે.
સસ્તામાં
બિલ્ડીંગ ખરીદી નવું ઉભું કરવાની લહાયમાં ત્રણ પરિવારની દિવાળી બગડીઃ પોલીસમાં અરજી
થતા સમાધાન માટે ધમપછાડા
જર્જરિત બિલ્ડીંગ સસ્તામાં ખરીદીને
નવું બિલ્ડીંગ ઉભુ કરવા માટે ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ અને તેના ભાગીદારોએ કરેલી
કરતુતના કારણે અડાજણ વિસ્તારના ત્રણ પરિવારની દિવાળી બગડી છે. આ દુર્ઘટના બાદ બેદરકારી
દાખવનાર બિલ્ડર સામે પોલીસમા અરજી કરવામા આવી છે તો બીજી તરફ સમાધાન માટે ભારે ધમપછાડા
થઈ રહ્યાં છે.
બંગલામાં દસ મહિનાનો બાળક ઘોડિયામાં
હતો અને બાજુનું બિલ્ડીંગ પડતા દિવાલ તુટી પડી
રાંદેર ઝોનના અડાજણ વિસ્તારમાં
જર્જરિત બિલ્ડીંગના ડિમોલીશન માટે દાખવવામા આવેલી ગંભીર બેદકારીના કારણે અનેક લોકોના
જીવ જોખમમાં મુકાયા હતા. રામ તિર્થ એપાર્ટમેન્ને જર્જરિત બિલ્ડીંગના ઉતાવળે ડિમોલીશનમાં
બિલ્ડરની બેદકારીના કારણે બિલ્ડીંગ બાજુના બંગલા પર તુટી પડી હતી. બંગલા નંબર ૮૫ પર
આખુ બિલ્ડીગ તુટયું ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળની દિવાલ તુટી ગઈ હતી. ગ્રાઉન્ડ
ફ્લોરના રૃમમાં દાદા દાદી અને દસ મહિનાનો પૌત્ર બપોરે સુતા હતા ત્યારે અચાનક દિવાલ
તુટી પડી હતી. દસ માસના બાળક સુતો હતો તેના ધોડિયા નજીક દિવાલ પડી હતી. જ્યારે પહેલા
માળે બારી તોડીને સળીયો ઘુસી ગયો હતો ત્યાં પતિ પત્ની સુતા હતા તેઓનો પણ આબાદ બચાવ
થયો હતો.
[ad_2]
Source link