આણંદપર યક્ષ તેમજ સાંયરા પંથકમાં રાયડાના વાવેતરમાં ખેડૂતો જોતરાયા

0
166

[ad_1]

આણંદપર(યક્ષ)તા.૩

 ખેડુતો રાયડાનું વાવેતર ઓક્ટોબરની એન્ડ અને નવેમ્બરની શરૃઆત કરે છે. આ પાક ચાર મહિનાનો હોય છે તેની વાઢણી ફેબુ્રઆરી અને માર્ચમાં થાય છે. શરૃઆતમાં ખેડ કરીને પાળા બાંધવામાં આવે છે ત્યારબાદ ખડ(છબર)ની દવાનો છટકાવ કરવામાં આવે છે જેાથી કરીને ખડ ના ઉગે અને પાકને ઉગવવામાં અડચણ ન કરે.આ દવાના છટકાવ પછી પાયાનું ખાતરનું છટકાવ કરવામાં આવે છે. પાયાના ખાતરના ભાવ પણ દિવસેને દિવસે વાધતા જાય છે ડી.એ.પી.ની એક થેલીના ૧૨૦૦થી૧૪૦૦ થાય છે.જે એકરે એક  થેલીની જરૃર પડેછે. સાથે ખડ મારવા માટેની દવા એકરે ૧૦૦૦ રૃપિયા જેટલી થાય છે.

રાયડાનું વાવેતર છાંટીને તેમજ ટ્રેક્ટર દ્વારા કરવામાં આવે છે.રાયડો ખેડુત ખુદ છાંટી લે છે પણ પાયાના ખાતર વખતે મજુર  રાખવા પડે છે. આ પાકને પશુઓ નુકસાન ઓછું કરે છે. આ રાયડાનો પાક ખારા પાણીમાં થઈ શકે છે. આ પાકમાં ખાતરની માવજત કરવી પડે છે. જયારે માક (ઝાકળ) પડે છે ત્યારે આ પાકમાં ગળા નામનો રોગ આવે છે.

દવાના છટકાવ સાથે ગદરફ છાટવામાં આવે છે.જેાથી કરીને ગળાની નાબુદી થાય છે. આ પાકની વાઢણી મજુરો દ્વારા કરવામાં આવે છે અને ત્યારબાદ હપ્લર દ્વારા કાઢવામાં આવે છે.આૃથવા  તો હાર્ડવેસ્ટર દ્વારા કાઢવામાં આવે છે. જે જલ્દી નીકળી જાય છે અને ત્યારબાદ મજુરો દ્વારા ધાર દેવામાં આવે છે જેાથી કરીને ખરાબ દાણો આૃથવા કચરો નીકળી જય છે. આ પાક સોળઆની ઉતરે તો એકરે અઢારાથી વિસ મણ ઉતરવાની આશા ખેડુતો રાખતા હોય છે. આૃથવા વાતાવરણ કે કોઈ રોગચાળો આવે તો એકરે દસાથી બાર મણનો આશરો ખેડુતો રાખે છે.

આમ સારૃ વર્ષ જાય તો ખેડુતો ને ફાયદો થાય છે નહીંતર ખેડુતોને નુકસાન ભોગવવાનો વારો આવે છે.દિવસેને દિવસે પાણીના તર નીચા જવાથી ખર્ચ વાધતો જાય છે.તેમજ ખાતર,દવા,ડીઝલ,મજુરી જેવા ખર્ચમાં પણ વાધારો થતો જાય છે. આજે ીઓ મજુરે આવે છે તેના બસોથી અઢીસો રૃપિયા તેમજ પુરુષના ત્રણસોથી સાડા ત્રણસો રૃપિયા લાગે છે.ખર્ચ વાધતા જાય છે.આ વર્ષ વરસાદ સારો થયો છે.અને વર્ષ સારૃ જાય અને રાયડાનો પાક સારો થાય તો ખેડુતોને ફાયદો થાય એવું આણંદપર(યક્ષ) ગામનાં ખેડુત રવીલાલ ભાઈ છાભૈયાએ તેમજ સાંયરા(યક્ષ)ના ભીમજીભાઈ પારસિયાએ જણાવ્યું હતું.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here