તહેવારો સંયમથી ઉજવજો અમદાવાદના વટવામાં ત્રણ સહિત કોરોનાના નવા છ કેસ

0
148

[ad_1]


અમદાવાદ,બુધવાર,3 નવેમ્બર,2021

દિવાળી પર્વ અગાઉ અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ ફરી વધતા
ચિંતાનો વિષય બનવા પામ્યો છે.વટવા વિસ્તારમાં કોરોનાના નવા ત્રણ કેસ નોંધાયા
છે.ઉપરાંત પ્રહલાદનગર
,સેટેલાઈટ
ઉપરાંત બોડકદેવ વિસ્તારમાં પણ કોરોનાનો નવો એક-એક કેસ નોંધાતા બુધવારે શહેરમાં નવા
છ કેસ નોંધાયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ,મંગળવારે અમદાવાદમાં કોરોનાના પાંચ કેસ નોંધાયા હતા. જયારે
બુધવારે દક્ષિણ ઝોનના વટવામાં ત્રણ કેસ ઉપરાંત પશ્ચિમ ઝોનમાં અને ઉત્તર-પશ્ચિમ
ઝોનના વિસ્તારોમાં નવા કેસ નોંધાતા તહેવારો સંયમથી ઉજવવા તબીબો દ્વારા શહેરીજનોને
અપીલ કરવામાં આવી છે
.બુધવારે
શહેરમાં ૧૭૯૯ લોકોને કોરોના રસીનો પહેલો અને ૬૭૫૯ લોકોને રસીનો બીજો ડોઝ મળી કુલ
૮૫૫૮ લોકોને રસી અપાઈ હતી.ઘર સેવા વેકિસનેશન હેઠળ ૨૯૮૦ લોકોએ રજીસ્ટ્રેશન કરાવતા
અત્યાર સુધીમાં ૨૫૬૦ લોકોને રસી અપાઈ છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here