[ad_1]
– આણંદ જિલ્લામાં દિવાળી પહેલા આરોગ્ય વિભાગ દ્વારા
– 1.39 લાખ જળપાત્રોની ચકાસણી દરમ્યાન 602 પોરા જોવા મળ્યા
વલ્લભવિદ્યાનગર : આણંદ જિલ્લામાં મચ્છરજન્ય બિમારીઓના વધતા વાવર વચ્ચે જિલ્લા મેલેરિયા વિભાગ દ્વારા વીતેલા સપ્તાહમાં જિલ્લા-શહેરી વિસ્તારમાં ૩૮ હજાર રહેઠાણોનો સર્વે કરવામા આવ્યો હતો. જેમાં મચ્છરોના ૫૬૦ બ્રિડીંગ મળી આવ્યા હતા. જયારે ૧.૩૯ લાખ જળપાત્રોની ચકાસણી દરમ્યાન મચ્છરોના ૬૦૨ પોરા મળી આવતા તેના નિયંત્રણની કામગીરી હાથ ધરાઇ છે.
મેલેરિયા વિભાગના ૨૭૫ કર્મીઓની ટીમ દ્વારા તમામ પીએચસી, સીએચસી, પેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમા ગત સપ્તાહમા ચેકીંગ હાથ ધરાયુ હતું. સર્વેટીમોએ ૩૮૯૫૦ મકાનોનો સર્વે કરાતા મચ્છરોના ૫૬૦ બ્રિડીંગ મળી આવ્યા હતા. જયારે ૧,૩૯,૫૩૫ કોઠી, ડોલ, તગારા, બાથટબ, પાણીના ડ્રમ સહિતના ૧,૩૯,૫૩૫ જળપાત્રોની ચકાસણી કરતા ૬૦૨ પોરા જોવા મળ્યા હતા.
જેથી મેલેરિયા વિભાગની ફોગીંગ તેમજ દવા છંટકાવ માટે ૯૦ કર્મીઓની ટીમ દ્વારા અસગ્રસ્ત વિસ્તારોમાં જંતુનાશક દવા, પોરા નિયંત્રણ કામગીરી હાથ ધરીને મચ્છરોની ઉત્પત્તિને અટકાવવા પ્રયાસ કરાયો છે.
[ad_2]
Source link