[ad_1]
– ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો
સુરત,તા.3 નવેમ્બર 2021,બુધવાર
સુરતમાંથી પસાર થતી તાપી નદી પર બનાવવામાં આવેલો વિયર કમ કોઝવે સપાટીમાં ઘટાડો થતાં આજે કોઝવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે. દિવાળી પહેલા વિયર કમ કોઝવે ખુલ્લો મુકાતા ટ્રાફિકની સમસ્યામાં રાહત થઇ છે.
સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં ઉકાઇ ડેમમાંથી સતત પાણી છોડાતા બે મહિના પહેલા કોઝવે ઓવરફ્લો થતાં બંધ કરાયો હતો. વાહન વ્યવહાર માટે વિયર કમ કોઝવે બંધ કરાતા હાલના તહેવારના દિવસોમાં ટ્રાફિકની સમસ્યા વકરી હતી. વિયર કમ કોઝવે થતાં જીલાની બ્રિજ અને જહાંગીરપુરા ડભોલી બ્રીજ પર ટ્રાફિકનું ભારણ વધ્યું હતું. ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરવા સાથે કોઝવેની સપાટીમાં ઘટાડો થયો છે. જેને કારણે સફાઈ કર્યા બાદ આજે વિયર કમ કોઝવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો. આજથી કોઝવે પર વાહન વ્યવહાર શરૂ થતાં દિવાળીની દિવસોમાં સતત વધી રહેલી ટ્રાફિકની સમસ્યામાં થોડો ઘટાડો થશે.
[ad_2]
Source link