[ad_1]
જામનગર,તા.3 નવેમ્બર 2021,બુધવાર
જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના હડીયાણા ગામમાં રહેતી એક પરણિતાએ પોતાની બી.પી. તથા થાઈરોઈડ સહિતની બીમારીથી કંટાળી ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે જોડીયા પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જોડિયા તાલુકાના હડીયાણા ગામ માં રહેતી ગીતાબેન કિશોરભાઈ નકુમ નામની 39 વર્ષની પરિણીતાએ ગત 1.11.2022ના દિવસે પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તેણીનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મૃતકના પતિ કિશોર ભાઈ સવજીભાઈ નકુમે પોલીસને જાણ કરતાં જોડિયા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. પોલીસની પૂછપરછ દરમિયાન મૃતક યુવતી છેલ્લા ત્રણ વર્ષથી બીપી તેમજ થાઇરોઇડની બીમારીથી પીડાતી હતી, જે બીમારીના કારણે જિંદગીથી તંગ આવી જઇ આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે.
[ad_2]
Source link