જામનગર: કાલાવડ તાલુકાના ટોડા ગામના એક યુવાન પર ટ્રેક્ટરના તોતિંગ વ્હીલ ફરી જતા કરૂણ મૃત્યુ

0
131

[ad_1]

જામનગર,તા.3 નવેમ્બર 2021,બુધવાર

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામમાં રહેતા એક યુવાન પર ટ્રેક્ટરનું તોતિંગ વ્હીલ ફરી વળ્યું હતું, અને કચડાઈ જવાથી કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું છે. જે મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના ટોડા ગામ માં રહેતા જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા નામ 22 વર્ષીય યુવાનકે જે ટ્રેક્ટર પર બેઠો હતો, જે દરમિયાન અકસ્માતે તેનો પગ લપસી જતાં ટ્રેક્ટરના પાછળના ભાગે રાંપ ઉપર પડી ગયો હતો, અને ટ્રેક્ટરનું તોતિંગ વ્હીલ તેના ઉપરથી ફરી જતાં કચડાઈ જવાથી ગંભીર ઈજા થઈ હતી.

જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ સિધ્ધરાજસિંહ વિક્રમસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here