રન્ના પાર્કમાં ઘરમાં ઘૂસી વૃધ્ધ દંપતીની ગળું કાપી ક્રૂર હત્યા

0
225

[ad_1]


ઘાટલોડિયામાં લોહિયાળ દિવાળી: લૂંટના ઈરાદે હત્યાની આશંકા

પૌત્રી બહાર ગઈ તે દરમિયાન જ દંપતીની હત્યાથી જાણભેદુની સંડોવણીની શંકા : તિજોરી ખુલ્લી મળી

ઓએનજીસીના નિવૃત્ત કર્મચારી અને તેમના પત્નીના લોહીથી લથપથ મૃતદેહ મળ્યાં

રાત્રે 8 વાગ્યે પિતાને લેન્ડલાઈન ફોન નો-રિપ્લાય આવતાં પુત્રએ પાડોશીને મોકલ્યાં તો હત્યાની જાણ થઈ

અમદાવાદ : દિવાળી ટાંકણે જ લૂંટના ઈરાદે સિનિયર સિટીઝન દંપતિની ભરબપોરે ક્રૂર હત્યા કરાયાની ઘટનાથી ચકચાર મચી છે. રન્ના પાર્ક પાસેના પારસમણી ફ્લેટમાં ત્રીજા માળે રહેતા 90 વર્ષના દયાનંદ શાનબાગ અને તેમના પત્ની વિજ્યાલક્ષ્મી (ઉ.વ. 80)ની ગળાં કાપીને હત્યા કરી નાંખવામાં આવી હતી.

બેડરૂમનો કબાટ ખૂલ્લો મળ્યો હોવાથી લૂંટના ઈરાદે હત્યા કરાયાની શંકા વચ્ચે પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાથમિ વિગતો મુજબ, ભરબપોરે ઘરમાં ઘુસી વૃધૃધ દંપતિને રહેંસી નાંખવામાં આવ્યું હતું.

પાડોશીને જાણ થતાં સાંજે પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કરવામાં આવ્યો તે પછી પોલીસની ટીમો દોડી ગઈ હતી. પૌત્રી બહાર ગઈ તે દરમિયાન જ લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાથી જાણભેદૂની સંડોવણી હોવાની આશંકા વચ્ચે ક્રાઈમ બ્રાન્ચ સહિતની પોલીસ ટીમો કામે લગાવાઈ છે.

રાત્રે 8-012 વાગ્યે શહેર પોલીસ કન્ટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, ઘાટલોડિયાના રન્ના પાર્ક પાસે આવેલા પારસમણી ફ્લેટમાં સિનિયર સિટિઝન દંપતિની હત્યા થઈ છે. પારસમણી એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર કે-11માં રહેતા 90 વર્ષના દયાનંદ સુબરાવ શાનબાગ અને તેમના પત્ની વિજ્યાલક્ષ્મીબહેન (ઉ.વ. 80)ની હત્યા કરાઈ હોવાની જાણ તેમના પુત્રએ જ પોલીસને કરી હતી.

અડાલજમાં  રહેતા અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં નોકરી કરતા કિરણભાઈ શાનબાગે એકલા રહેતા તેમના માતા-પિતાને ફોન કર્યા હતા. પરંતુ, લેન્ડલાઈન ફોન નો-રિપ્લાય આવતો હતો. ફોન સતત નો-રિપ્લાય આવતાં આખરે કિરણભાઈએ પાડોશમાં રહેતા મહિલાને ફોન કર્યો હતો અને તપાસ કરવા જાણ કરી હતી. પાડોશી મહિલા દયાનંદભાઈના ફ્લેટ પર પહોંચ્યા તો દરવાજો ખૂલ્લો હતો.

ત્રીજા માળે ફ્લેટમાં જઈને જોયું તો બેડ ઉપર દયાનંદભાઈ લોહિલોહાણ હાલતમાં પડયા હતા. જ્યારે, તેમના પત્ની વિજ્યાલક્ષ્મીબહેનનો લોહીથી લથપથ મૃતદેહ ખુરશીમાં હતો. માતા-પિતાની આ સિૃથતિ જોઈ પુત્ર કિરણભાઈ તરત જ રન્ના પાર્ક ખાતેના તેમના ફ્લેટ પર પહોંચ્યા હતા. કેતનભાઈએ આવીને તરત જ પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી.

પ્રાથમિક વિગતો મુજબ, 90 વર્ષના દયાનંદભાઈ ઓએનજીસીમાં ફરજ બજાવતા હતા અને નિવૃત્તિ પછી એપાર્ટમેન્ટમાં જ રહે છે. તેમનો એક પુત્ર કેતન અડાલજ ખાતે રહે છે. જ્યારે, બીજો પુત્ર ચેતન થોડા સમય પહેલાં મૃત્યુ પામ્યો હતો.

દયાનંદભાઈના પુત્ર કિરણભાઈની પૌત્રી રીટાબહેન (ઉ.વ. 19) સાંજે સાડા પાંચ વાગ્યે બહાર ગયા હતા. આ પછી દંપતિ એકલું હતું ત્યારે બન્નેની ગળામાં તિક્ષ્ણ હિથયારના ઘા ઝીંકી ગળાં કાપી ક્રૂરતાપૂર્ણ હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. સાંજે છથી સાતના સમયગાળામાં હત્યા થઈ હોવાનું અને પોલીસને 8-02 વાગ્યે જાણ કરાયાની વિગતો ખૂલી રહી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યુ ંકે, દયાનંદભાઈ અને તેમના પત્ની વિજ્યાલક્ષ્મીબહેનના મૃતદેહ મળ્યાં છે તે ફ્લેટમાં તિજોરી ખૂલ્લી મળી આવી છે. આ સંજોગોમાં સિનિયર સિટીઝન દંપતિની હત્યા લૂંટના ઈરાદે જ કરવામાં આવી હોવાની મજબૂત શંકા પોલીસ સેવી રહી છે. સેક્ટર-1 જોઈન્ટ કમિશનર રાજેન્દ્ર અસારીએ જણાવ્યું કે, લૂંટના ઈરાદે હત્યા હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. 

ઘરમાં કિંમતી વસ્તુ રાખતા ન હોવાથી મોટી લૂંટ થઈ હોવાનું જણાતું નથી. જો કે,તમામ દિશામાં તપાસ કરી વહેલી તકે ગુનો ઉકેલવા પોલીસની ટીમો કાર્યરત છે. દયાનંદભાઈ એપાર્ટમેન્ટના કે બ્લોકના ત્રીજા માળે રહેતા હતા. એપાર્ટમેન્ટમાં સીસીટીવી છે અને અવરજવર કરનાર વ્યક્તિને કોઈએ જોયા હોય તેવી શક્યા વધુ છે.

પોલીસની ટીમો કામે લાગી છે. દિવાળીના દિવસોમાં જ ઢળતી સાંજે ઘાટલોડિયાના રન્ના પાર્ક જેવા પોશ વિસ્તારમાં સિનિયર સિટીઝન દંપતિની હત્યાની ઘટનાથી પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ઉચ્ચ અિધકારીઓ અને ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો સૃથળ પર દોડી ગઈ છે. એપાર્ટેમન્ટમાં સીસીટીવી હોવાથી ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલાઈ જવાની પોલીસને આશા છે.

વૃધૃધ દંપતી દવા અને જમવાનું અનેક વખત ઓનલાઈન મગાવતા

પોલીસને એવી પ્રાથમિક વિગતો મળી છે કે, દયાનંદભાઈ અને વિજ્યાલક્ષ્મીબહેન વયોવૃધૃધ હોવાથી ઓનલાઈન સિસ્ટમનો ઉપયોગ કરતાં હતાં. ફૂડ એપ્લિકેશનથી જમવાનું મગાવવા ઉપરાંત દવાઓ પણ ઓનલાઈન મગાવવામાં આવતી હતી. આ સંજોગોમાં જાણભેદૂએ આયોજનપૂર્ક જ હત્યા કરાયાની શંકા મજબૂત બની રહી છે.

90 વર્ષના દયાનંદભાઈનો મૃતદેહ પલંગમાં હતો પત્ની વિજ્યાલક્ષ્મીબહેનને ખુરશીમાં રહેંસી નાંખ્યા

દયાનંદભાઈ ફોન ઉપાડતા ન હોવાથી પુત્રએ પાડોશીને ફોન કર્યો હતો. પાડોશી મહિલા ફ્લેટમાં ગયા તો દયાનંદભાઈનો મૃતદેહ પલંગમાં પડયો હતો. જ્યારે, તેમના પત્ની વિજ્યાલક્ષ્મીબહેનનો ખુરશીમાં જ મૃત હાલતમાં મળ્યાં હતાં. આ સંજોગોમાં આયોજનબધૃધ લૂંટ અને હત્યા આૃથવા તો હત્યા કરી લૂંટની એલીબી ઉભી કરવામાં આવી હોવાની શંકા પણ સેવાય છે.

સિનિયર સિટીઝન દંપતીનો પુત્ર અડાલજમાં રહે છે : વિડિયો કોલથી જોયા પછી હત્યાની જાણ થઈ

ઘાટલોડિયાના રન્ના પાર્ક પાસેના પારસમણી ફ્લેટમાં રહેતા દયાનંદભાઈના પુત્ર કિરણભાઈ અડાલજ ખાતે રહે છે. તેમની પુત્રી રીટાબહેન દાદા-દાદી પાસે રહેતી હતી. પૌત્રી રીટા સાંજે બહાર ગઈ પછી કોઈ જાણભેદૂ લૂંટના ઈરાદે ઘૂસ્યા હતા. સાંજે કોઈ દવાવાળો આવ્યા પછી દરવાજો ન ખોલતાં કિરણભાઈએ પાડોશીનો કહેતા વિડિયો કોલથી જોયું ત્યારે હત્યા થયાની જાણ થઈ હતી.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here