દાદર નગર હવેલી બેઠક પર શિવસેનાના કલાબેન ડેલકરનો જંગી સરસાઇથી વિજય

0
290

[ad_1]


સ્વ.ડેલકરના અપમૃત્યની ઘટનાથી વિચલિત મતદારોએ સહાનુભૂતિ દર્શાવી

51269 મતની લીડ સાથે પ્રદેશના પહેલા મહિલા સાંસદ: ભાજપ ઉમેદવારને 66,766 અને કોંગ્રેસના ઉમેદવારને માત્ર 6150 મત મળ્યા

વાપી : વલસાડને અડીને આવેલા સંઘપ્રદેશ દા.ન.હવેલી લોકસભાની બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં શિવસેનાના ઉમેદવારનો 51269 મતની જંગી લીડથી  વિજય થયો છે. મોહન ડેલકરના અપમૃત્યુ બાદ ખાલી પડેલી બેઠક પર તેમના ધર્મપત્નીએ શિવસેનામાંથી ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.

જ્યારે ભાજપે મોહન ડેલકરના એકસમયના સમર્થક એવા જિ.પં.ના માજી ઉપપ્રમુખને ટિકિટ આપી મોટો દાવ ખેલ્યો હતો. આ ચૂંટણીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હીથી નેતાઓની ફોજ ઉતારી છતાં ભાજપને ભુંડી હાર મળતાં અટલ ભવન પર શુન્યાવકાશ સર્જાયો હતો.

સેલવાસના કરાડ સ્થિત પોલીટેકનિક કોલેજ ખાતે મંગળવારે સવારે પેટાચૂંટણીની મતગણતરી પ્રક્રિયા શરૂ કરાઈ હતી. પ્રથમ રાઉન્ડમાં શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરે સરસાઈ મેળવ્યા બાદ અંતિમ રાઉન્ડ સુધી આગેકૂચ જારી રાખી હતી.

શરૂઆતથી ભાજપ શિવસેનાથી ખૂબજ પાછળ રહેતા આગેવાનો અને કાર્યકરોમાં એકદમ સોપો પડી ગયો હતો. મતગણતરીના તમામ રાઉન્ડમાં કલાબેન ડેલકર આગળ રહ્યા હતા. મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થતાં જાહેર થયેલા પરિણામમાં કલાબેન ડેલકર (118035 મત) સામે ભાજપના મહેશ ગાંવિત (66766 મત)નો કારમો પરાજય થયો હતો.

જયારે કોંગ્રેસના મહેશ ધોડીને 6150 અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગણેશ ભૂજાડાને માત્ર 1782 મત તો નોટામાં 5537 મત પડયા હતા.પ્રતિષ્ઠા અને ખરાખરીના જંગમાં મતદારોએ શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરને ખોબેખોબે મતો આપતા ભાજપે ભુંડી હારનો સામનો કરવો પડયો છે. ભાજપના કેન્દ્રીય મંત્રી સહિતના નેતાઓની ફોજ ઉતારવા છતાં મતદારોએ જાકારો આપ્યો હતો.

પ્રદેશના લોકપ્રિય અને સક્ષમ નેતા મોહન ડેલકરે ફાની દુનિયામાંથી અણધારી લેતા કાર્યકરો અને સમર્થકોએ ભારે આઘાતની લાગણી અનુભવી હતી. જેના કારણે વિચલિત થયેલા મતદારોએ પેટાચૂંટણીમાં ડેલકર પરિવાર પર સહાનુભૂતિ સાથે પરિપક્વતા દર્શાવી હતી. જેથી જંગી સરસાઈ મેળવનારા ડેલકર પરિવારને ફરી એકવાર સંસદમાં પ્રદેશનું પ્રતિનિધિત્વ કરવાની તક આપી છે અને કલાબેન પહેલા મહિલા સાંસદ બન્યા છે. 

દા.ન.હવેલી લોકસભાના ઇતિહાસમાં સૌથી મોટી લીડ

દા.ન.હવેલીમાં વર્ષ 1967થી અત્યાર સુધીમાં લોકસભા બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરે સૌથી વધુ 51269 મતોની સરસાઈ મેળવી એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. અત્યાર સુધીમાં  વિજેતા ઉમેદવારોએ 618થી 14878 મતોની જ સરસાઈ મેળવી હતી.  સ્વ. મોહન ડેલકરે સાત વખત લોકસભામાં પ્રતિનિધિત્વ કર્યું હતું પરંતુ તેઓને ચૂંટણીમાં આટલી મોટી સરસાઈ કયારેય મેળવી ન હતી.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here