ચોખ્ખા પાણીને બચાવવાના હેતુથી અમદાવાદમાં ૩૩ કરોડના ખર્ચે ગટર સફાઈ માટે રીસાઈકલર મશીન ભાડા પેટે લેવાયા

0
160

[ad_1]


અમદાવાદ,મંગળવાર,2 નવેમ્બર,2021

ચોખ્ખા પાણીને બચાવવાના હેતુથી અમદાવાદમાં ગટરની સફાઈ માટે
રૃપિયા ૩૩.૪૫ કરોડના ખર્ચથી સાત વર્ષ માટે પી.પી.પી.ધોરણે બે રીસાઈકલર મશીન ભાડા
પેટે લેવામાં આવ્યા છે.આ મશીનના ઉપયોગથી ગટરનું પાણી ચોખ્ખુ થવાની સાથે વાર્ષિક બે
લાખ કરોડ લીટર ચોખ્ખા પાણીની બચત થવાની મ્યુનિ.તંત્રની ધારણા છે.

આ અંગે મળતી માહિતી મુજબ,અમદાવાદમાં હાલ ૬૬ જેટલા ડીસીલ્ટીંગ મશીનોની મદદથી
ગટરલાઈનની સફાઈ કરાવવામાં આવે છે.ગટર લાઈનમાં બ્લોકેઝ
,કાદવ,કીચડ દુર કરી
સફાઈ માટે મટીરીયલ રીસાઈકલ એન્ડ યુઝ પોલીસી અંતર્ગત અદ્યતન ટેકનોલોજી વાળા બે
જેટીંગ કમ સેકસન ફેસીલીટી વાળા મશીનની મદદથી હવે ગટર લાઈનની સફાઈ કરવામાં આવશે.

પાણી કમિટીના ચેરમેન જતીન પટેલની મળેલી પ્રતિક્રીયા મુજબ, મશીનહોલમાંથી
ખેંચવામાં આવેલા સુએજમાંથી શીલ્ટ અને પાણીને જુદા કરી ફલશીંગ તરીકે મશીનમાં પાછુ
નાંખી શકાશે.છુટા પડેલા સુએજને ટેન્કમાં સ્ટોર કરી રીસાઈકલ વોટર તરીકે ઉપયોગમાં લઈ
શકાય છે.સુપર સકર મશીનમાં એક સકસન મશીન સાથે બે ડમ્પ ટેન્કની જરુર હોવાથી રોડ ઉપર
ટ્રાફિકની સમસ્યા રહેતી હતી.જેટીંગની કામગીરી સમયે પાણીની તંગીના સમયે મશીનને વોટર
રીફીલીંગ માટે મોકલવુ પડતુ હોવાથી કામગીરી અટકી જતી હતી.ભાડા પેટે લેવામાં આવેલા
મશીનને મંગળવારે મોટેરા પાસે રાજય કક્ષાના શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડીયા
દ્વારા ફલેગ ઓફ કરવામાં આવ્યુ હતું.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here