કરદાતા રિટર્નમાં તે નહિ દર્શાવે તો આવકવેરાની નોટિસ મળશે સીબીડીટીએ નવું એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ બહાર પાડયું

0
342

[ad_1]

અમદાવાદ: કરદાતાઓ કરેલા રોકાણ અને ખરીદીની બારીકમાં બારીક વિગતો મળી રહે તે માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે આવકવેરાના પોર્ટલ પર કોમ્પ્લાયન્સ કરવા માટે નવું એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ અપલોડ કર્યું છે. વર્ષ દરમિયાન કરદાતાઓ કરેલી ખરીદી અને વેચાણના વહેવારોની મોટાભાગની વિગતો તેમાં રિફ્લેક્ટ થઈ જશે. આ સાથે જ કરદાતાના દરેકે દરેક આર્થિક વહેવારો પર નજર રાખવાની દિશામાં વધુ એક મહત્વનું પગલું લીધું છે. નવા એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટને પરિણામે કરદાતાઓની સંખ્યામાં પણ ખાસ્સો વધારો થવાની સંભાવના છે. અત્યારે ઘણાં કરદાતાઓ ભરવાનું થતું હોવા છતાંય તેમનું આવકવેરાનું રિટર્ન ફાઈલ જ કરતાં નથી.

આવકવેરાના પોર્ટલમાં સર્વિસ તરીકે દર્શાવેલા વિભાગમાં જઈને ફોર્મ નંબર ૨૬એએસ પર ક્લિક કરતાં જોવા મળશે.કરદાતા તેનું રિટર્ન ફાઈલ કરવાની શરૃઆત કરશે તે સાથે જ એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટમાં તેણે કરેલા મોટા મોટા વહેવારોની વિગતો રિફ્લેક્ટ થશે. આ વિગતો તેના ઇન્કમટેક્સના રિટર્નમાં તેણે દર્શાવવાની રહેશે. આ વિગતો તેણે ઇન્કમટેક્સની રિટર્નમાં નહિ દર્શાવી હોય તો તેમને આવકવેરા કચેરી દ્વારા નોટિસ આપવામાં આવશે. આ ફોર્મ ડાઉનલોડ કરવાની સુવિધા પણ કરદાતાને મળશે. 

કરદાતાને તે જોયા પછી લાગે કે ફોર્મ ૨૬એએસમાં આપવામાં આવેલી માહિતીનું ડુપ્લિકેશન થઈ રહ્યું છે તો તેઓ ઓનલાઈન ફીડબેક આપી શકે તેવી પણ સુવિધા કરવામાં આવેલી છે.તેની સાથે કરદાતાઓ તેમની પોતાની પાસેની માહિતીને લગતા પુરાવાઓ પણ અપલોડ કરી શકશે. 

વેરાના નિષ્ણાતોનું કહેવું છે કે પોસ્ટ ઑફિસમાં કરવામાં આવતા રોકાણ પર થતી વ્યાજની આવક અત્યાર સુધી આવકવેરાના એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટમાં અત્યાર સુધી રિફ્લેક્ટ થતી નહોતી. આ વિગતો હવે પછી એન્યુઅલ ઇન્ફોર્મેશન રિપોર્ટમાં રિફ્લેક્ટ થશે. તેમ જ કંપનીઓ દ્વારા કરદાતાને આપવામાં આવેલા ડિવિડંડની આવક પણ તેમાં આપોઆપ જ અપલોડ થઈ જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વિદેશ મોકલવા માટે ખરીદવામાં આવતા હૂંડિયામણના વહેવારો પણ હવે રૅકોર્ડ થઈ જશે. જે જે વહેવારોમાં પાનકાર્ડ આપવાનો થતો હશે તે તમામ વહેવારો એન્યુઅલ ઇન્ફોર્મેશન રિપોર્ટમાં રિફ્લેક્ટ થઈ જશે. મ્યુચ્યુઅલ ફંડના ટ્રાન્ઝેક્શન્સ પણ છુપાવવા હવે પછી કઠિન બની જશે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here