[ad_1]
– એક પરિવારના મહિલા સહિતના બે સભ્યો પર ત્રણ પાડોશીઓએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ
જામનગર,તા.2 નવેમ્બર 2021,મંગળવાર
જામનગરમાં કાલાવડ નાકા બહાર સતવારા વાડ વિસ્તારમાં બે પરિવાર વચ્ચે ચાલતા જુના ઝઘડામાં ગઈકાલે ધીંગાણું થયું હતું, અને એક પરિવારના બે સભ્યો પર પથ્થર-ધોકા વડે હુમલો કરાયાની પાડોશી ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર સતવારા વાડ વિસ્તારમાં રહેતી રહીમાબેન અલ્તાફભાઈ લાખા નામની મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના બે સભ્યો પર હુમલો કરવા અંગે પાડોશમાં રહેતા મકસુદ સતારભાઈ સમા, ફરજાના મકસુદભાઈ સમા, અને નાસિર મકસુદભાઈ સમા સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે ફરિયાદી રહીમાબેનને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.
ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી રહીમાંબેનની પુત્રી છેલ્લા પાંચેક મહિનાથી રીસામણે બેઠી હતી, અને આરોપીની પુત્રી તેણીનું ઘર ચાલવા દેતી નથી, તેવા આક્ષેપ સાથે બન્ને પરિવાર વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. જેના અનુસંધાને ગઈકાલે રહીમાબેન પર હુમલો કરાયો હતો. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે.
[ad_2]
Source link