અરવલ્લી જિલ્લામાં રવી વાવેતરનો પ્રારંભ છેલ્લા અઠવાડિયામાં 308 હેકટરમાં વાવેતર

0
412

[ad_1]

મોડાસા,તા. 1

અરવલ્લી જિલ્લામાં આ વર્ષે વરસાદની સરેરાશ ૩૭ ટકા ઘટ વર્તાય
છે.પરંતુ જળાશયોમાંથી પિયત માટે પાણી આપવાના નિર્ણય બાદ અને હાથવગી સિંચાઈ સુવિધાઓને
લઈ જિલ્લામાં રવિપાકોનું વાવેતર છેલ્લા એક સપ્તાહમાં ૩૦૮ હેકટરે પહોંચ્યુંછે. જિલ્લામાં
રવિ વાવેતરમાં ઘઉં
,મકાઈ અને
બટાટા સાથે તેલીબીંયા પાકોમાં રાઈનું વાવેતર હાથ ધરાતું હોય છે. ત્યારે આ પાકોને જરૃરી
સિંચાઈનો લાભ મળે તે માટે વીજ પુરવઠો પૂરતો અને સમયસર મળી રહે તે જરૃરી મનાય છે.

ચાલુ વર્ષે જિલ્લામાં ઓછો વરસાદ નોંધાયો છે, જિલ્લાના જળાશયોમાં
પણ રાહતરૃપ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.ખરીફ સીઝનમાં ૨ લાખથી વધુ હેકટરમાં મગફળી
, કપાસ, સોયાબીન સહિતના તેલીબીંયા
પાકો
, કઠોળમાં અડદ
સહિતના પાકોમાં વાવેતર મોટાપાયે હાથ ધરાયું હતું.હવે રવિ સીઝનના પ્રારંભ સાથે જ જિલ્લાના
ખેડૂતો દ્વારા ઘઉં
, મકાઈ, ચણા, રાઈ, વરીયાળી અને બટાટા
સહિત શાકભાજી અને ઘાસચારાનું વાવેતર હાથ ધરાઈ રહયું છે. જોકે રવિપાકોને પૂરતી સિંચાઈનો
લાભ મળી રહે તે માટે વાત્રક અને માઝુમ  જળાશયમાંથી
૫ પાણી અને મેશ્વો જળાશયમાંથી ૦૪ પાણી કેનાલ દ્વારા ખેડુતોને પિયત માટે આપવાનો નિર્ણય
કરાતાં આ વર્ષે રવિ વાવેતર વધશે એમ મનાઈ રહયું છે. જિલ્લામાં રવિ સીઝન વાવેતરની ૧
,૨૪,૫૭૭ હેકટરની કુલ સરેરાશ
સામે ગત વર્ષે ૧
,૩૧,૫૫૦ હેકટરમાં રવિ
સીઝનના પાકોમાં ઘઉં
,મકાઈ,ચણા,રાઈ અને બટાટાનું
મોટાપાયે વાવેતર હાથ ધરાયું હતું. ત્યારે આ વર્ષે પણ ભલે ઓછો વરસાદ થવા પામ્યો હોય
પરંતુ રવિપાકોનું વાવેતર સરેરાશ કરતાં પણ વધશે એમ મનાઈ રહયું છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here