ચેક રિટર્ન કેસમાં જોરાપુરના શખ્સને છ મહિનાની કેદની સજા ફટકારાઇ

0
375

[ad_1]

હિંમતનગર તા.1

ચેક રિટર્ન કેસમાં હિંમતનગર કોર્ટે આરોપીને છ માસની સાદી કેદની
સજા ફટકારવાનો હુકમ કર્યો છે આ ઉપરાંત ચુકાદા સમયે કોર્ટમાં આરોપી હાજર ન રહેતા આરોપી
વિરૃધ્ધ બીન જામીન પાત્ર વોરન્ટ કાઢવા હુકમ કર્યો હતો.

સુત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર હિંમતનગરના મહેતાપુરા
વિસ્તારમાં રહેતા કલ્પેશભાઈ મનુભાઈ વાળંદ પાસેથી ઈન્દ્રસિંહ બળદેવસિંહ મકવાણા (રહે.
જોરાપુર
, તા.હિંમતનગર, જી. સાબરકાંઠા)એ રૃા.
૮૫
,૦૦૦ હાથ ઉછીના લીધા
હતા. હાથ ઉછીના લીધેલા પૈસાની  અવેજમાં ઈન્દ્રસિંહ
મકવાણાએ સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહ.બેંક લી. ઈલોલ શાખાનો ચેક આપ્યો હતો. જે ચેક કલ્પેશભાઈ
વાળંદે બેંકમાં ભરતા બેંકમાંથી ચેક રિટર્ન થતા ઈન્દ્રસિંહ મકવાણા વિરૃધ્ધ હિંમતનગરની
કોર્ટમાં નેગો.ઈન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ફરીયાદ કરી હતી.

આ અંગેની ફરીયાદ એડિ. સીનીયર સિવીલ જજ જયશ્રીબેન દિપકકુમાર અમીનની
કોર્ટમાં ચાલી જતા ફરીયાદીના એડવોકેટ અજય એસ.ભટ્ટની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે
ઈન્દ્રસિંહ બળવતસિંહ મકવાણાને છ માસની સાદી કેદની સજા ફટકારી હતી. આ ઉપરાંત ચુકાદા
સમયે આરોપી ઈન્દ્રસિંહ મકવાણા હાજર ન રહેતા કોર્ટે બીન જામીન પાત્ર વોરન્ટ કાઢવાનો
હુકમ કર્યો છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here