તિથિના વિચિત્ર સંયોગ વચ્ચે આજે ૧૧.૩૧ વાગ્યા પછી ધનતેરસ શરૃ થશે

0
407

[ad_1]

ભુજ,સોમવાર

નવરાત્રિ પૂર્ણ થતા જ ભુજની બજારમાં દિવાળીની ખરીદીના શ્રીગણેશ થયા હતા. છેલ્લા એકાદ સપ્તાહાથી ભુજની બજાર ગ્રાહકોથી ખીચોખીચ ભરેલી જોવા મળે છે. કોરોનાના કારણે બે વર્ષ માઠા ગયા બાદ આ વર્ષે ખરીદીના પગલે વેપારીઓના ચહેરા ઉપર પણ ખુશી જોવા મળે છે. ત્યારે, આજે રમા એકાદશી બાદ વાઘ બારસની ઉજવણી સાથે જ દિવાળી પર્વનો ઉત્સાહભેર આરંભ થયો છે. જો કે તિિથના વિચિત્ર સંયોગ વચ્ચે લક્ષ્મી પૂજન, ધનવંતરી પૂજન માટે શ્રેષ્ઠ ધનતેરસની મંગળવારે બપોરે ૧૧.૩૧ પછી ઉજવણી થશે. બપોરે ૧૧.૩૦ વાગ્યા સુાધી બારસ હોવાની સાથે જ ત્યારબાદ શુકનવંતી ખરીદીના મુહૂર્ત છે. 

જયોતિષીઓના મતે મંગળવારે ધન તેરસ પર્વની ઉજવણી કરાશે. આ દિવસે ઉતરાફાલ્ગુની નક્ષત્ર, હસ્ત નક્ષત્ર, વૈધૃતિ યોગ, ભૌમ પ્રદોષની સંયોગ જોવા મળશે. દરમિયાન બાકીના ચોપડા નોંધાવવા, ચાંદીની મુદ્રા લાવવા, કનકાધારા યંત્રશ્રી યંત્રની પ્રતિષ્ઠા કરવા-કરાવવા લક્ષ્મીપુજન, ધન પુજન પુજનનો વિશેષ અવસર બની રહેશે. બપોરે ૧૧.૩૧ વાગ્યાથી ધનતેરસની શરૃઆત થશે.

મંગળવારે ૧૧.૩૧ વાગ્યા પછી ધન તેરસ શરૃ થશે. ૧૧.૪૪ વાગ્યા સુાધી ઉતરા ફાલ્ગુની નક્ષત્ર છે અને પછી હસ્ત નક્ષત્ર શરૃ થશે. સાંજે ૬.૧૩ વાગ્યા સુાધી વૈધૃતિ યોગ છે. લક્ષ્મી-ધનવંતરીની પુજા સાથે જ ધનવંતરી ત્રયોદશીની ઉજવણી થશે. ભૌમ પ્રદોષ, યમદીપદાન સાથે આયુવૈદ દિવસ તરીકે પણ ઉજવણી થશે. મંગળવારે સવારે ૯.૫૮ વાગ્યે બુાધ તુલા રાશિમાં આવશે. તેરસની તિિથ બુાધવારે સવારે ૯.૦૨ વાગ્યા સુાધી રહેશે.

આજે ધનતેરસના પર્વે કચ્છની ઝવેરી બજારમાં તેજીના રંગો પુરાશે  

આવતીકાલે ધન તેરસના પર્વે કચ્છની ઝવેરી બજારમાં તેજીના રંગો પુરાશે. આ અવસરે ઝવેરી બજારમાં રોશનીના ઝગમાટ   સાથે મનમોહક ડિઝાઈનની એન્ટિક જવેલરી, ટ્રેડિશનલ જવેલરી અને ફેન્સીએ આભુષણો ઉપરાંત ડાયમંડ જવેલરીનો ઝગમાટ સર્જાયો છે. ધનતેરસે શુકનવંતી ખરીદીના ધમાધમાટની ધારણા સાથે સોની બજાર સજ્જ બની છે.  ભુજમાં કંસારા બજાર, શરાબ બજાર તેમજ હોસ્પીટલ રોડ સહિતના સૃથળોએ આવેલા ઝવેરી બજારમાં અવનવા આભુષણોનો ઝળહળાટ સર્જાયો છે. ગ્રાહકો માટે મનમોહક ડીઝાઈનની એન્ટીક જવેલરી, ટ્રેડીશનલ તેમજ ફેન્સી આભુષણો ઉપરાંત ડાયમંડ જવેલરી પણ ઝગમગી રહી છે. જવેલર્સોએ જણાવ્યુ હતુ કે, હળવા વજનના બુટી, બાલી, વીટી પેન્ડલ, રંગ બેરંગી મીનાકારી અને નંગ ડાયમંડની કાનની લટકણ બાલી સહિતની વેરાયટીઓ પણ આકર્ષણ જમાવે છે.

ધનતેરસના શુકનવંતા અવસરે ગ્રાહકો ખરીદી માટે ખુબ જ ઉત્સાહી જોવા મળે છે. વેપારીઓએ જણાવેલ કે, ધન તેરસે સોનાના આભુષણોની જબરી માંગ જોવા મળશે. સાથોસાથ સોના-ચાંદીના સિક્કાનું પણ ધુમ વેંચાણ થવાની ધારણા છે. યુવાઓમાં લોકપ્રિય એવી ડાયમંડ જવેલરીમાં બુટી, બાલી અને વિંટીની જબરી માંગ જળવાશે. 

લક્ષ્મીપુજન માટે અમૃત, શુભ અને લાભ ચોઘડીયુ શ્રેષ્ઠ

જયોતિષીના જણાવ્યા મુજબ, મંગળવારે લક્ષ્મી પુજન માટે અમૃત, શુભ અને લાભ ચોઘડીયુ શ્રેષ્ઠ અવસર છે. બપોરે ૧૨.૨૨ વાગ્યાથી ૧.૪૭ વાગ્યા સુાધી અમૃત ચોઘડીયુ છે. ત્યારબાદ બપોરે ૩.૩૭થી ૪.૩૪ સુાધીનું શુભ અને સાંજે ૭.૩૭થી રાત્રિએ ૯.૧૨ વાગ્યા સુાધીનું લાભ ચોઘડીયુ છે. આ ત્રણેય મુહૂર્તમાં લક્ષ્મી પુજન થઈ શકશે. પુષ્ય નક્ષત્રએ ચોપડાની ખરીદી બાદ લક્ષ્મીજીની ઉપાસના માટે ધનતેરસને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ધનવંતરી પુજા માટે પણ ધનતેરસના શ્રેષ્ઠ અવસર છે. 

શુકનવંતી ખરીદી-પુજા-અર્ચના માટે તૈયારીઓ શરૃ

દિવાળી પર્વના આરંભ સાથે જ બજારમાં તેની સ્પષ્ટ અસર દેખાઈ રહી છે. પુષ્ય નક્ષત્ર વેળાએ સોના-ચાંદીની ધુમ ખરીદી સાથે જ દિવાળી પર્વનો ઉત્સાહ ઉમંગ દેખાયો હતો. એવામાં હવે ધન તેરસના દિવસે શુકનવંતી ખરીદી અને પુજા અર્ચના માટે તડામાર તૈયારીઓ શરૃ કરી દેવાઈ હતી. જવેલર્સ માર્કેટમાં ધન તેરસની ખરીદી માટે એડવાન્સ બુકિંગ શરૃ થઈ ગયા છે. 

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here