[ad_1]
મહેસાણા,તા.1
દિવાળીના તહેવારને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મહેસાણા શહેરમાં આવેલા જાહેર માર્ગો ઉપર આડેધડ લાગેલા ફટાકડાના સ્ટોલ અને છુટક લારીઓને કારણે ટ્રાફીક સમસ્યા લોકોના માથાનો દુખાવો બની છે. વારંવાર અનેક સ્થળોએ ચક્કાજામની પરિસ્થિતિ સર્જાય છે.
દિવાળીના તહેવારોમાં તોરણવાળી માતાનો ચોક, રાજમહેલ રોડ, બી.કે.રોડ પર લોકોની ભીડ જામી મહેસાણા શહેરમાં વાહનવ્યવહારના નિયમોનો ભંગ કરીને દોડતા વાહનોને કારણે વર્ષોથી ટ્રાફીકની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે દિવાળીના તહેવાર ટાણે સમસ્યા વિકરાળ બની છે. તોરણવાળી માતાના ચોક, રાજમહેલ રોડ, સ્ટેશન રોડ, આઝાદ ચોક, બી.કે.રોડ, પ્રશાંત રોડ, મોઢેરા રોડ અને રાધનપુર રોડ જેવા વાહનોની અવરજવરથી ધમધમતા માર્ગો આવેલા છે. આ રસ્તાઓ પર દિવાળી નિમિત્તે આડેધડ ફટાકડા, મીઠાઈ-ફરસાણના સ્ટોલ અને છુટક લારીઓ આડેધડ લાગી જતા હોવાથી વાહનોના સંચાલનમાં અનેકવિધ મુશ્કેલીઓ સર્જાય છે. તેમછતાં તંત્ર દ્વારા ટ્રાફીકમની સમસ્યાને હળવી કરવા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી.
[ad_2]
Source link