એસ.જી.હાઇવે પર 2.36 કિ.મી. લાંબા ફ્લાય ઓવરનું લોકાર્પણ

0
380

[ad_1]


સુવિધાજનક વાહન વ્યવહાર માટે

રૂા.170 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ફલાયઓવરને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખુલ્લો મૂક્યો

44 કિમી લાંબા સરખેજ-ગાંધીનગર ધોરીમાર્ગને રૂા.913 કરોડના ખર્ચે છ માર્ગીય કરવા રાજ્ય સરકારનું આયોજન 

અમદાવાદ : અમદાવાદ શહેરમાં એસજી હાઇવે પર રૂા.170 કરોડના ખર્ચે ઝાયડસ હોસ્પિટલથી માંડીને ગોતા ફલાયઓવર સુધીના એલિવેેટેડ કોરિડોરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાપર્ણ કર્યુ હતું. સરખેજ – ગાંધીનગર હાઇવે પર વધુ એક ફલાયઓવર ખુલ્લો  મૂક્યો છે. એલિવેટેડ ને લીધે ટ્રાફિકની સમસ્યા હળવી બનશે.

2.36  કિલોમીટર લાંબો આ એલીવેટેડ કોરીડોર કાર્યરત થવાથી અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત રોડ જંકશનોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે. એટલુ જ નહીં, એસ.જી. હાઇવે પર નવનિર્મિત એલિવેટેડ કોરીડોરથી સોલા ભાગવત, કારગીલ પેટ્રોલ પંપ, જનતા નગર અને ઝાયડસ એમ મહત્વના ચાર રોડ જંકશનને લાભ થશે.થલતેજ અન્ડરપાસથી સોલા રેલ્વે પુલ સુધી 1.48 કી.મી. લાંબો ફ્લાયઓવર કાર્યરત છે, 

હવે 2.360 કિમી લંબાઇના ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સીટી સુધીના એલિવેટેડ કોરીડોરને પરીણામે સળંગ 4.18 કીમી લંબાઇનો ફ્લાયઓવર કાર્યરત થશે. આ ફ્લાય ઓવર કાર્યરત થવાથી ગુજરાત હાઇકોર્ટ અને સોલા-સિવિલ હોસ્પિટલ જેવી મહત્વની સંસ્થાઓમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી આવતી સામાન્ય જનતાને આ એલિવેટેડ કોરીડોરથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 147 પર સરળ અને ઝડપી પરીવહનની સુવિધા  મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરખેજ-ગાંધીનગર-ચિલોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-147ના 44 કીમી લાંબા રસ્તાની બંને બાજુ સવસ રોડ સાથેના છ-માર્ગીકરણની કામગીરી રૂ. 913 કરોડના ખર્ચે પૂર્ણ કરવાનું  રાજ્ય સરકારનું આયોજન છે.

આ ધોરીમાર્ગ 13 ફ્લાયઓવરમાંથી 7 ફ્લાય ઓવર કાર્યરત થઇ ચુક્યા છે અને આઠમાં ફલાયઓવરનું આજે લોકાપર્ણ કરાયુ હતું.  હજુ પાંચ ફલાયઓવર નિર્માણાધિન છે.  એલિવેટેડ કોરિડોરના લોકાપર્ણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here