ટ્રાયથલોન ટુર્નામેન્ટમાં વડોદરાની રિદ્ધિ કદમેં બ્રોન્ઝ અને સિલ્વર મેળવી રાષ્ટ્રીય કક્ષાએ વડોદરાનું નામ રોશન કર્યું

0
391

[ad_1]

વડોદરા,તા.1 નવેમ્બર 2021,સોમવાર

ચેન્નઈ અને ધનુષકોટી ખાતે યોજાયેલી ટ્રાયથલોન ટુર્નામેન્ટમાં વડોદરાની રિદ્ધિ કદમેં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ મેળવી રાષ્ટ્રીય કક્ષાએ વડોદરાનું નામ રોશન કર્યું છે. ટ્રાયથલોન એટલે સાયકલિંગ, સ્વિમિંગ અને દોડની રમત યોજાય છે જેમાં રિદ્ધિએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.

કોરોનાનો કહેર પૂરો થતાંની સાથે રમત ગમતની પ્રવૃતીઓ પુર જોશમાં ચાલી રહી છે. કોરોના મહામારીના સમયગળામાં પણ પોતાના સપના સાકાર કરવા રાજ્ય તથા દેશનું નામ રોશન કરવા માટે તનતોડ મહેનત કરી હતી. અને ચેન્નાઈ ખાતે યજાયેલ નેશનલ ટ્રાયથલોન ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ  મેળવ્યું છે. ધનુષકોટી ખાતે યોજાયેલ ટ્રાયથલોન ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ બંને ટુર્નામેન્ટ આવનાર એશિયન ગેમ્સ 2022 માટેના સિલેક્શન માટે હતી. બે રાષ્ટ્રીય કક્ષાના મેડલ બાદ હાલ સ્ટેસ સાયકલિંગ ટુર્નામેન્ટમાં પણ વિજેતા થઈ નેશનલમાં ગુજરાતનું પ્રતનિધિત્વ કરશે. રિદ્ધિ કદમ સ્પોર્ટ્સ ઓથરિટી ઓફ ગુજરાતના કોચ ક્રિષ્ણા પંડ્યા પાસે તાલીમ મેળવે છે. તેઓએ જણાવ્યું હતું કે, રિદ્ધીની અથાગ મહેનત વડોદરા શહેરને  ઇન્ટરનેશન લેવલ પર જળહળતું કરશે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here