રાજ્યના 118 સહિત જામનગર જીલ્લાના 9 નાયબ મામલતદારને દિવાળીની ભેટ: મામલતદાર બન્યા

0
127

[ad_1]


– સમગ્ર રાજ્યના 118 મામલતદારની સાથે જામનગર શહેર અને ગ્રામ્ય 10 મામલતદાર સહિતના અધિકારીઓ પણ બદલાયા

જામનગર,તા.1 નવેમ્બર 2021,સોમવાર 

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા 118 જેટલા નાયબ મામલતદારને બઢતી આપીને દિવાળીને ગિફ્ટ આપવામાં આવી છે, જેમાં જામનગર જિલ્લાના 9 નાયબ મામલતદારો હવે મામલતદાર બની ગયા છે. ઉપરાંત રાજ્યમાં 118 મામલતદારોની બદલી કરવામાં આવી છે, જેમાં પણ જામનગર જિલ્લાના 10 મામલતદાર નો સમાવેશ થાય છે.

રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા લાંબા સમયથી જે નાયબ  મામલતદારો પોતાના પ્રમોશનની રાહ જોઇને બેઠા હતા તે ફાઈલ અંતે સરકારે ક્લીયર કરી છે. જેમાં જામનગર જીલ્લામાં જુદી જુદી બ્રાન્ચોમાં ફરજો બજાવતા 9 નાયબ મામલતદાર સહીત કુલ 118 નાયબ મામલતદારને હવે મામલતદારનું પ્રમોશન આપી નિમણુકોના ઓર્ડર કરવામાં આવ્યા છે.

તેમજ જામનગર જીલ્લાના નાયબ ચૂંટણી અધિકારી ની જગ્યા પણ આ ઓર્ડરમાં ભરાઈ છે. જામનગર ખાતે ચુંટણી અધિકારી તરીકેની ખાલી પડેલી જગ્યા પર નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી તરીકે સુરત જીલ્લાના માંગરોળ ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવી બઢતી પામેલા ડી. કે. વસાવાની નિમણુક કરવામાં આવી છે.

જામનગર જિલ્લામાં ફરજ બજાવતા નાયબ મામલતદાર

શોભાનાબેન  ફળદુની સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રાના મામલતદાર તરીકે બઢતી સાથે નિમણુંક કારાઇ છે. ઉપરાંત બી.એમ. રેવરની અમરેલી જિલ્લાના બાબરા મામલતદાર તરીકે, દક્ષાબેન જગડની અમરેલી કલેકટર કચેરીના ચીટનીસ તરીકે, મહેન્દ્ર સૂચકની સુરેન્દ્રનગર કલેકટર કચેરી ચૂંટણી શાખામાં મામલતદાર તરીકે, દક્ષાબેન રીડાણીની દેવભૂમિ  દ્વારકા જીલ્લાના ભાણવડ મામલતદાર તરીકે, મહેશ ડી. દવેની  રાજકોટ કલેકટર કચેરી, ચૂટણી શાખામાં મામલતદાર તરીકે, ગુમાનસિંહ જાડેજાની જુનાગઢ કલેકટર કચેરીના ચીટનીસ તરીકે, બી ટી સવાસાણીની ભાવનગર જીલ્લાના વલભીપુર મામલતદાર તરીકે, પી. એમ. મહેતાની અમરેલી કલેકટર કચેરીના જનસંપર્ક અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત જામનગર જિલ્લાના 10 મામલતદારોની ફેરબદલી કરવામાં આવી છે જેમાં જામનગર મહાનગર પાલિકાની મધ્યાહન ભોજન  યોજનામાં મામલતદાર તરીકે ફરજ બજાવતા કુ. જે. ડી. જાડેજાની જામનગર શહેર મામલતદાર તરીકે બદલી થવા પામી છે. જયારે જોડિયા મામલતદાર પી.કે. સરપદડિયાની જામનગર કલેકટર કચેરી પ્રોટોકોલ મામલતદાર તરીકે અને પ્રોટોકોલમાં ફરજ બજાવતા પી.એસ. ભુરીયાની જુનાગઢ જીલ્લાના વંથલી મામલતદાર તરીકે નિમણુક કરાઈ છે.

જામજોધપુરના મામતદાર ધર્મેશ કાછડની ગીર-સોમનાથ જીલ્લાના વેરાવળ રૂરલમાં બદલી થવા પામી છે. તેમજ જામનગર ગ્રામ્ય મામલતદાર કમલેશ કરમટાની રાજકોટ કલેકટર કચેરીમાં એડીશનલ ચીટનીશ તરીકે બદલી થવા પામી છે. જયારે જામનગર શહેર ઇન્ચાર્જ મામલતદાર અને ચુંટણી શાખાનો રેગ્યુલર ચાર્જ ધરાવતા મામલતદાર અક્ષર વ્યાસની અમદાવાદ જીલ્લાના દસક્રોઈ ખાતે મામલતદાર તરીકે બદલી થવા પામી છે.

આ ઉપરાંત રાજ્યમાંથી બદલી પામીને જામનગરમાં આવનારા મામલતદાર પૈકીના

રાજકોટથી મામલતદાર  તરીકે પ્રમોશન પામેલા શૈલેશ હાંસલિયાને જામનગર કલેકટર કચેરી-ચૂંટણી શાખામાં મામલતદાર તરીકે નિમણુંક અપાઈ છે. તેમજ કચ્છમાં ફરજ બજાવતા મહેશ કતિરાને કાલાવડ મામલતદાર, દયારામ પરમારને જોડિયા મામલતદાર જયારે લાલપુર મામલતદાર તરીકે જુનાગઢથી બઢતી પામીને આવેલ જયેશ અનાડાની નિમણુક કરવામાં આવી છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here