કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલાં મધ્યઝોનમાં વેકિસનનો પહેલો ડોઝ ૧૧૨.૯૧ ટકા લોકોને આપવામાં આવ્યો

0
425

[ad_1]


અમદાવાદ,શનિવાર,30
ઓકટોબર,2021

કોરોનાની ત્રીજી સંભવિત લહેર પહેલાં અમદાવાદ શહેરમાં વધુમાં
વધુ લોકોને કોરોના વેકિસન આપવા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પ્રયાસ કરવામાં આવી
રહ્યા છે.દરમ્યાન કોરોનાની પહેલી લહેર સમયે કોરોનાના કેસ માટે એ.પી.સેન્ટર બનેલા
શહેરના મધ્ય ઝોનમાં ૧૧૨.૯૧ લોકોને કોરોના વેકિસનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો
છે.પૂર્વ ઝોનમાં કોરોના રસીનો પહેલો ડોઝ લેનારા લોકોની ટકાવારી ૮૭.૬૬ ટકા સુધી
પહોંચી છે.નિષ્ણાતોના મત મુજબ
,
કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે રસી લેવી આવશ્યક છે.

આ અંગે મળતી માહિતી મુજબ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ વર્ષે ૧૬
જાન્યુઆરીથી સમગ્ર અમદાવાદ શહેરમાં કોરોના વેકિસન આપવાની શરૃઆત કરવામાં આવી
છે.દરમ્યાન ૨૯ ઓકટોબર-૨૦૨૧ની સાંજ સુધીમાં શહેરના મધ્ય ઝોનમાં કુલ ૧૧૨.૯૧ ટકા
લોકોને કોરોના વેકિસનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.સ્વાભાવિક જ મધ્ય ઝોન બહારના
વિસ્તારમાંથી રસી લેવા આવેલા લોકોને રસી આપવામાં આવતા પહેલા ડોઝની ટકાવારી સો
ટકાથી વધવા પામી છે.

પૂર્વ ઝોનમાં ૮૭.૬૬ ટકા લોકોને કોરોના વેકિસનનો પહેલો ડોઝ
આપવામાં આવ્યો છે.જયારે ઉત્તર ઝોનમાં ૯૭.૨૯ ટકા લોકોને રસીનો પહેલો ડોઝ આપવામાં
આવ્યો છે.દક્ષિણ ઝોનમાં ૯૬.૩૧ ટકા લોકોને કોરોના વેકિસનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો
છે.મધ્ય ઝોનમાં રસીના બંને ડોઝ લેનારા લોકોની સંખ્યા ૨૪૨૯૨૦ સુધી પહોંચવા પામી
છે.પૂર્વ ઝોનમાં બંને ડોઝ લેનારાની સંખ્યા ૩૮૯૬૮૧ ઉપર પહોંચી છે. ઉત્તર ઝોનમાં
૧૦૯૦૬૦૬ લોકોએ રસીના બંને ડોઝ લીધા છે.જયારે દક્ષિણ ઝોનમાં ૧૧૫૩૬૪૯ લોકોએ રસીના
બંને ડોઝ લીધા છે.

અર્બન હેલ્થ સેન્ટર              પહેલો
ડોઝ લેનારા(ટકાવારી)

રાયખડ                ૭૯.૮૧

જમાલપુર            ૧૧૭.૩૩

દરીયાપુર            ૧૦૧.૦૩

શાહપુર               ૧૦૧.૧૨

કાલુપુર                ૯૨.૦૨

ખાડિયા             ૧૦૪.૨૨

ગિરધરનગર         ૧૦૯.૭૭

દુધેશ્વર             ૧૦૮.૫૯

માધુપુરા              ૧૦૭.૮૦

અસારવા            ૧૭૬.૫૧

નિકોલ(૩)         ૫૨.૨૩

રાજપુર              ૭૪.૭૩

વસ્ત્રાલ                ૯૨.૪૫

ગોમતીપુર              ૭૪.૫૪

રામોલ                ૧૦૪.૩૮

નિકોલ                ૬૭.૦૮

અમરાઈવાડી           ૭૭.૭૦

રામોલ(૨)        ૮૪.૬૯

અર્બુદાનગર         ૮૬.૧૪

ભાઈપુરા              ૮૦.૨૬

વિરાટનગર       ૯૭.૭૭

ઓઢવ             ૯૩.૯૮

નિકોલ(૨)          ૧૩૭.૮૭

રખિયાલ            ૯૨.૪૭

નરોડા રોડ          ૮૯.૬૩

મેઘાણીનગર         ૮૩.૮૬

બાપુનગર            ૮૭.૪૨

કૃષ્ણનગર              ૭૯.૮૨

ન્યુ.સરદારનગર           ૧૦૬.૩૯

નોબલનગર          ૯૦.૨૩

ઠકકરનગર            ૯૪.૫૨

સૈજપુર                 ૧૦૧.૬૯

ઈન્ડિયા કોલોની         ૧૦૧.૧૯

સરદારનગર          ૧૦૮.૭૦

કુબેરનગર           ૧૦૬.૬૭

સરસપુર                ૧૧૧.૨૨

નરોડામુઠીયા            ૧૧૨.૬૯

સ્મૃતિમંદિર            ૭૮.૨૦

બહેરામપુરા          ૭૦.૧૨

દાણીલીમડા         ૮૭.૦૦

ઈસનપુર           ૭૩.૨૮

ઈન્દ્રપુરી              ૬૭.૭૪

ખોખરા              ૬૬.૬૧

નારોલ               ૭૦.૮૫

કાંકરીયા               ૯૮.૫૭

ઘોડાસર                  ૯૫.૨૨

 

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here