બે ડમ્પર સામસામે અથડાતાં આગ લાગીઃ બન્ને ડ્રાઈવર જીવતા ભુંજાયા

0
391

[ad_1]

ભુજ, શનિવાર

તાલુકાના ધાણેટીથી કનૈયાબે ગામને જોડતા હાઈવે રસ્તા પર  આવેલ પુલિયા પર ગઈકાલે રાત્રે ચકચારી ઘટના બનવા પામી હતી. બે ડમ્પર સામ સામે ભટકાતા બન્ને વાહનોમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, ચાલકો ટ્રકમાંથી બહાર પણ ન નીકળી શક્યા અને બન્ને વાહનના ચાલક વિકરાળ આગમાં જીવતા બળીને ભડાથું થઈ ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે ટ્રક નં.જીજે૩૬-ટી-૪૧૬૧ના ચાલક રામદરામ શિવાનચંદ્ર યાદવ (રહે. ઉત્તર પ્રદેશ) પોતાનું કબજાનું વાહન લઈ નાડાપાથી ચાઈનાકલે ભરી મોરબી તરફ જતો હતો ત્યારે સામેાથી આવતી અન્ય ટ્રક જીજે૧૪-ડબ્લ્યુ-૧૬૯ર સાથે ટક્કર થઈ હતી. બન્ને વાહનો વચ્ચેની ટક્કરની તીવ્રતા એટલી બાધી હતી કે, આગળના ભાગનો તો બુકડો બોલી ગયો, પરંતુ એકાએક ભીષણ આગ ભભુકી ઉઠી ચાલક કાંઈ સમજે તે પૂર્વે જ આગે વિકરાળ સ્વરૃપ ધારણ કરી લેતા જોત-જોતામાં આખા ડમ્પર બળીને ખાખ થઈ ગયા. જેમાં ચાલક રામદરામ શિવાનચંદ્ર યાદવ અને અન્ય વાહન ચાલક કીડીયાનગરના રાજેશ કુંભાભાઈ ચાવડા આગની ઘટનામાં જીવતા ભડાથું થઈ ગયા હતા. આ ઘટનાએ ભારે ચકચારી જગાવી હતી. 

ધાણેટી પાસે બે વાહનો સામસામે આૃથડાતા ભીષણ આગ ભભુકી ઉઠી હતી. જેના કારણે આખો રસ્તો બ્લોક થઈ ગયો હતો. આગની આ ઘટના રાત્રે ૧૧ વાગ્યે ઘટી હતી. જોકે, આગ એટલી વિકરાળ હતી કે, તેને બુઝાવવામાં પણ કલાકો લાગી ગયા હતા. અકસ્માત ગ્રસ્ત વાહનોને માર્ગ પરાથી હટાવવામાં પરોઢે ચાર વાગી ગયા હતા. આગના કારણે મોડી રાત્રે ચારાથી પાંચ કલાક સુાધી રાજ્ય ધોરીમાર્ગ બંધ રહ્યો હતો.

ભુજ-ભચાઉ હાઈવે પર ડમ્પરમાં આગના કારણે વિકરાળ સ્વરૃપ ધારણ કરી લીધું હતું. આગને બુઝાવવા માટે આસપાસમાં કોઈ સવલત ન હતી. નજીકમાં લાખોંદ ટોલ પ્લાઝા આવે છે, પરંતુ ટોલ પ્લાઝાના અગ્નિશ્મન વાહનો ખરા ટાંકણે જ કામ લાગ્યા ન હતા. જેના કારણે આગ વાધુ પ્રસરી હતી. છેવટે ભુજાથી ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઈ હતી. તેમજ સૃથાનિકે બીકેટી કંપનીના ફાયર ફાઈટર તેમજ સૃથાનિક ગામના લોકો ઘટના સૃથળે દોડી જતા માટી અને પાણીના મારાથી આગને કાબૂમાં લેવાઈ હતી. ભુજાથી એમ્બ્યુલન્સો પણ મોડી રાત્રે રવાના થઈ હતી.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here