[ad_1]
અમદાવાદ,તા.30 ઓક્ટોબર 2021, શનિવાર
તા.૧ નવેમ્બરથી અમદાવાદ-વિરમગામ વચ્ચે નવી મેમુ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. ૦૯૪૫૯ નંબરની ટ્રેન અમદાવાદથી તા.૧ નવેમ્બરે ૧૮ઃ૩૦ કલાકે ઉપડીને તે જ દિવસે ૨૦ઃ૧૦ કલાકે વિરમગામ પહોંચશે. આ ટ્રેન શનિવાર સિવાય અઠવાડિયામાં ૬ દિવસ દોડશે.
તેવી જ રીતે ટ્રેન નં. ૦૯૪૬૦ વિરમગામથી તા.૨ નવેમ્બરથી સવારે ૦૭ઃ૫૦ કલાકે ઉપડીને તેજ દિવસે સવારે ૦૯ઃ૫૫ કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન રવિવાર સિવાય અઠવાડિયામાં ૬ દિવસ દોડશે.
આ ટ્રેન સાબરમતી, ચાંદલોડિયા, આંબલી રોડ, સાણંદ, ચારોડી અને જાખવાડા સ્ટેશને રોકાશે.
[ad_2]
Source link