[ad_1]
ભરૂચ: કારમી મોંઘવારી વચ્ચે કોઈ પણ મધ્યમ વર્ગિય પરિવારને જરૂર કરતાં વધારે ખર્ચ કરવાનું પોસાઈ એમ નથી. પહેલા સરકાર ભુગર્ભ ગટરમાં કનેકશન જોડવા માટે ઘરમાલિકે ખિસ્સામાંથી ખર્ચ કરવો પડતો હતો. આ મુદ્દે રાહતના સમાચાર આવ્યા છે. આ કનેકશન જોડવા માટેનો ખર્ચ હવે ઘરમાલિકના ખિસ્સામાંથી નહીં પરંતુ સરકારની તીજોરીમાંથી અપાશે. પાલિકાના વોટર વર્કસ ખાતાએ આં અંગે વિગતવાર પ્રોજેક્ટ રજુ કરતાં 45 હજાર મકાન માટે અંદાજીત 28 કરોડ આપવા સરકારે તૈયારી બતાવી છે.
ભરૂચ પાલિકાના વોટર વર્કસ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ અને એન્જીનિયર વિશ્વજીત રાઠોડે માહિતી આપતાં જણાવ્યુ હતું કે, સ્વર્ણિમ જંયતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અંતર્ગત રાજ્યની નગરપાલિકાઓ વિસ્તારમાં ઘરોની ગટર લાઈનને મુખ્ય ગટર લાઈન સાથે જોડાણ કરવાના કામનો સમાવેેશ થયો ન હતો. પરંતુ સરકારે હવે 6 સપ્ટેમ્બર 2021ના ઠરાવથી તેનો સમાવેશ કર્યો છે. જે અંતર્ગત ઘરની ગટરલાઈનને મુખ્ય ગટર લાઈન સાથે જોડવા માટે થનાર ખર્ચમાં 7000 સુધીનો મિલ્કત દિઠ ખર્ચ સરકાર ઉઠાવી લેશે. આ ખર્ચનું ભારણ પ્રજા ઉપર નાખવામાં નહી ંઆવે.
સરકારના આ ઠરાવ પછી વોટર વર્કસ ખાતાએ ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી 29 ઑક્ટોબરના રોજ સુરત પ્રાદેશિક કમિ્શનર કચેરીમાં રજૂ કર્યો હતો. જેને એક જ દિવસમાં સૈધાંતિક મંજૂરી મળી ગઈ છે. ભરૂચ શહેરના 45 હજાર મિલ્કત ધારકોને આનો લાભ મળશે. આ માટે થનાર અંદાજીત ખર્ચ 28.88 કરોડનો ખર્ચ સરકારે ઉઠાવશે. આગામી દિવસોમાં વહીવટી મંજૂરી પણ મળી જશે.
[ad_2]
Source link