જામનગરના વેપારી યુવાને રણજીતસાગર ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર

0
148

[ad_1]


– અનાજ કરિયાણાના વેપારીને આર્થિક ઉભી થઇ હોવાથી આત્મહત્યાનું પગલું ભરી લીધાનું જાહેર થયું

જામનગર,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર 

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને દરબારગઢ વિસ્તારમાં અનાજ કરિયાણાની દુકાન ચલાવતા એક વેપારીએ ગઈકાલે બપોરે પોતાના ઘેરથી નીકળી ગયા પછી રણજીતસાગર ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. પોતાનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક સંકળામણના કારણે આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 11 માં રહેતા અને દરબારગઢ વિસ્તારમાં અનાજ કરિયાણાની દુકાન ચલાવતા ચિરાગ મહેશભાઈ રાજપાલ નામના 25 વર્ષના યુવાને રણજીતસાગર ડેમના પાણીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે.

આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ સંજય મહેશભાઈ રાજ્પાલે પોલીસને જાણ કરતાં પંચકોશી બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન કે જે કરિયાણાની દુકાન ચલાવે છે, જે હાલમાં બરાબર ચાલતી ન હોવાથી આર્થિક સંકળામણ ભોગવતો હતો, અને ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં પોતાનો મોબાઈલ ફોન દુકાનમાં પિતાને આપીને સ્કૂટર પર નીકળી ગયો હતો. ત્યાર પછી પોતે ઘેર પહોંચ્યો ન હતો. જેથી પરિવારજનો શોધી રહ્યા હતા.

દરમિયાન આજે સવારે રણજીતસાગર ડેમના પાણીમાંથી રાહદારીઓને તેનો મૃતદેહ તરતો દેખાયો હતો. જેથી ફાયરબ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઇ હતી, મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોલીસને સુપરત કર્યો હતો. પોલીસ દ્વારા તેના પુત્ર તથા અન્ય વર્ણનના આધારે પરિવાર સુધી પહોંચી જઈ તેને ઓળખ મેળવી લીધી હતી. અને જામનગરની જી.જી.હોસ્પિટલમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયા પછી તેનો કબજો પરિવારજનોને સોંપી દીધો છે. આ બનાવને લઇને મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here