[ad_1]
વડોદરા,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર
અપરિચિત મહિલાને કામ પર રાખતા તબીબને 52 હજાર ઉપરાંતની મત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. અકોટા વિસ્તારમાં તબીબની માતા ઘરે એકલી હોય તેનો લાભ ઉઠાવી અજાણી કામવાળી સોનાની તથા પ્લેટિનિયમની ત્રણ લેડીઝ રિંગ ચોરી કરી ફરાર થઈ જવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. બનાવ સંદર્ભે જે.પી.રોડ પોલીસે નોકર ચોરી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી અજાણી મહિલાની શોધખોળ હાથ ધરી છે.
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી શાંતિકુંજ સોસાયટીમાં રહેતા તબીબ તનય ધોપટે રાધાકૃષ્ણ ચાર રસ્તા પાસે દાંતનું ક્લિનિક ધરાવે છે. તેઓને ઘરની સાફસફાઈ માટે નોકરાણીની જરૂરિયાત ઉદભવતા સિક્યુરિટીનો સંપર્ક સાધ્યો હતો. 08મી ઓક્ટોબરના રોજ અજાણી મહિલા તેમના ઘરે પહોંચી હતી અને સિક્યુરિટી ગાર્ડે મોકલી હોવાનું જણાવી સાફસફાઈ માટે નોકરીની જરૂરિયાત દર્શાવી હતી. તો બીજી તરફ મકાનમાલિકે નામઠામ જાણ્યા વગર તેને કામ ઉપર રાખી લેતા મકાન માલિકને પણ ગંભીર બેદરકારી છતી થઈ છે. કારણકે 09 ઓક્ટોબરના રોજ રસોડાના પ્લેટફોર્મ ઉપરથી રૂ.52,500ની કિંમત ધરાવતી બે સોનાની તથા એક હીરા જડિત પ્લેટિનિયમ વીટીની ચોરી થઇ હોવાની વિગતો સપાટી પર આવી હતી. મકાનમાં લાગેલા સીસીટીવી ચકાસતા આશરે કામ માટે આવેલી 50 વર્ષની ઉંમરની ધરાવતી અજાણી કામવાળી મહિલા ચોરી કરી ફરાર થઈ ગયું હોવાનું બહાર આવ્યું હતું.
[ad_2]
Source link