[ad_1]
– મીઠાઈ, ફરસાણ, માવો, તેલ-ઘી વગેરેના 94 નમુના ચેકિંગ માટે લીધા
વડોદરા,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાળીના તહેવારોને અનુલક્ષીને શહેરના જુદા જુદા વિસ્તારમાં છેલ્લા 12 દિવસમાં મીઠાઈ ફરસાણની દુકાનો અને ઉત્પાદક યુનિટો ઉપર તપાસ હાથ ધરી હતી અને 94 નમુના લીધા હતા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ખોરાક શાખાના ફુડ સેફટી ઓફિસરોની ટીમો દ્વારા તારીખ 18 થી 29 દરમિયાન ચેકિંગની આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વડોદરાના હાથીખાના, રાવપુરા, ગોરવા, આજવા રોડ, કારેલીબાગ, છાણી, મકરપુરા, ચોખંડી, ખંડેરાવ માર્કેટ રોડ, ફતેપુરા, સમા-સાવલી રોડ, ગોત્રી, હરણીરોડ, દંતેશ્વર, દાંડિયા બજાર, સયાજીગંજ, અકોટા, કલાદર્શન, વાઘોડિયા ડભોઇ રિંગ રોડ, પરિવાર ચાર રસ્તા, વગેરે વિસ્તારમાં 55 મેન્યુફેક્ચરિંગ યુનિટો હોલસેલ, રિટેલર, મીઠાઇ ફરસાણની દુકાનો વગેરે સ્થળેથી ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા. જેમાં કપાસિયા તેલ, સીંગ તેલ, ઘી, માવો, કોપરાપાક, મીઠો માવો, માવા સેન્ડવીચ, કાજુ કેસર રોલ, કેસર બાટી, પિસ્તા રોલ, કેસરી અંગુર, જલેબી, બરફી, ચોકલેટ, પિસ્તા બરફી, કેસરી પેંડા, મોતીચુર લાડુ, કાજુકતરી વિથ સિલ્વર લીફ, લીલો ચેવડો, ફરસાણ, ભાખરવડી, પાલક સેવ, બેસન ,આટા, ચોકલેટ, કૂકીઝ, ઓરેન્જ બિસ્કીટ વગેરેના 94 નમૂના લીધા હતા અને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચેકિંગ માટે મોકલી આપ્યા હતા.
આ ઉપરાંત મીઠાઈનું બેસ્ટ બીફોર ડેટનું ચેકિંગ કરવામાં આવેલું હતું, તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા દુકાનદારો અને વેપારીઓને સૂચના આપી હતી.
[ad_2]
Source link