[ad_1]
કડી,તા.29
કડીના નંદાસણ પાસે આવેલ ખેરપુરથી સરસાવ જતા માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં એક જ પરીવારના બ વ્યકિતના મોત નિપજયા છે. બુડાસણ ગામનો એક પરિવાર પોતાની દીકરીનું સગપણ જોઈ સાંજે પોતાન ઘરે પરત ફરી રહ્યો હતો એ દરમિયાન સામેથી આવી રહેલી અન્ય ગાડીનું ટાયર ફાટતા અકસ્માત થયો હતો.
કડી તાલુકા પાસે આવેલ બુડાસણ ગામ માં રહેતા ફતેહખાન બલોચ પોતાની દીકરી માટે વિસનગર પાસે આવેલ ભાલક ગામ માં સગપણ જોવા ગયા હતા .સામાજિક કામ પતાવીને તેઓ સાંજના સુમારે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા એ દરમિયાન ખેરપુર પાસે કડી બાજુથી એક અન્ય એક ગાડી આવી રહી હતી. જે ગાડીનું ટાયર ફાટી જતા ગાડી ફંગોળતા બલોચ પરિવારની ગાડી પર આવી પડી હતી. જેમાં ગંભીર અકસ્માત સર્જાતા સગપણ જોવા ગયેલ દીકરીની માતા મેમુનાબાનું અને ડ્રાઇવર બલોચ સાહેલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જોકે બાકીના ત્રણ લોકો ઘયાલ થયા હતા. ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે કડીમાં આવેલ ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફતેહખાન બલોચે ગાડીના ચાલક સામે નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
[ad_2]
Source link