[ad_1]
– ઇંગ્લિશ દારૂ સાથે બે શખસો ગિરફતાર: જ્યારે અન્ય બે આરોપીઓને ફરાર જાહેર કરાયા
જામનગર,તા. 29 ઓક્ટોબર 2021,શુક્રવાર
જામનગર શહેરમાં ગઈ રાત્રે પોલીસે ઇંગ્લિશ દારૂ અંગે જુદા જુદા બે રહેણાક મકાનો પર દરોડા પાડયા હતા, અને ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે આરોપીઓની અટકાયત કરી લીધી છે, જયારે દારૂના સપ્લાયર અન્ય બે શખ્સોને ફરારી જાહેર કરાયા છે.
જામનગર શહેરમાં ઇંગ્લિશ દારૂ અંગે નો પ્રથમ દરોડો દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58 માં રહેતા દિપક શંકરભાઈ દામાના રહેણાંક મકાનમાં પાડ્યો હતો. જે મકાનમાંથી 28 નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો પકડી પાડયો છે, અને મકાન માલિક દિપક દામાની અટકાયત કરી લીધી છે.
ઉપરાંત તેને દારૂનો જથ્થો સપ્લાય કરનાર કેતન વસંતભાઈ ગોરી, તેમજ રાજેશ રમેશભાઈ નંદા નામના બે શખ્સોને ફરાર જાહેર કરાયા છે.
ઇંગ્લિશ દારૂ અંગેનો બીજો દરોડો જામનગરમાં ગુલાબનગર નજીક રાધાકૃષ્ણ પાર્ક વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાં રહેતા સરફરાજ અબ્દુલ કરીમ મકવાણાને પોલીસે પકડી પાડયો છે, અને તેના રહેણાંક મકાનમાંથી પણ 53 નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો કબજે કરી લીધો છે.
[ad_2]
Source link