[ad_1]
હિંમતનગર તા. 28
હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં દિવાળીના તહેવારોમાં મુસાફરોની
ભીડને ધ્યાનમાં રાખીને સાબરકાંઠા એસ.ટી. ડીવીઝન દ્વારા એકસ્ટ્રા બસો સાથે એક્સપ્રેસ
બસો દોડાવવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના અને ગાંધીનગરના
માણસા ડેપો મળી કુલ ૮ ડેપોમાંથી ૧૦૦થી વધુ એક્સપ્રેસ બસો દોડાવવામાં આવશે.
સાબરકાંઠાના હિંમતનગર એસ.ટી. વિભાગ દ્વારા દિવાળીના તહેવારોને
અનુલક્ષીને બસમાં મુસાફરી કરતા મુસાફરોની સવલતમાં વધારો થાય તેવા હેતુથી તા. ૩૦ ઓકટોબર
થી ૪ નવેમ્બર સુધી સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, મોડાસા, બાયડ, ભીલોડા અને ગાંધીનગરના
માણસા ડેપો મળી કુલ ૯ ડેપોમાંથી ૧૦૦ થી વધુ એક્સપ્રેસ બસો પંચમહાલ, નડિયાદ અને અમદાવાદ
તરફ અવર જવર કરતા મુસાફરો માટે એક્સટ્રા બસો દોડાવવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. હિંમતનગર
વિભાગના તમામ ડેપો/કન્ટ્રોલ પોંઈન્ટો ખાતેથી રાઉન્ડ ધ બ્લોક બસોની વ્યવસ્થા કરવામાં
આવી છે. જેને લઈને સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાંથી
બસમાં મુસાફરી કરતા તમામ મુસાફરોને એક્સટ્રા સર્વિસનો લાભ મળી રહેશે.
[ad_2]
Source link