મેઘરજના વાઘપુરમાં સસ્તા અનાજની દુકાનેથી સરકારી અનાજ જથ્થો સગેવગે કરતા દોડધામ

0
399

[ad_1]

મેઘરજ તા.28

મેઘરજના વાઘપુર ગામે સસ્તા અનાજની દુકાન આગળથી સરકારી અનાજનો
જથ્થો સગેવગે કરવામાં આવતા દોડધામ મચી ગઇ હતી અને દુકાન પાસેથી સરકારી અનાજ ભરેલો ટેમ્પો
ઇસરી પોલીસે ઝડપી પાડયો હતો અને જથ્થો સગેવગે કરનાર સંચાલક સામે ઇસરી પોલીસે પંચનામુ
કરીને મામલતદારને રિપોર્ટ મોકલ્યો હતો.

તાલુકાના જામગઢ ગામે દિનદયાળ સસ્તા અનાજની દુકાનના સંચાલક ગૌતમ
કમજી મનાતએ રાહતના ઘઉં બી.પી.એલ કાર્ડ ધારકોને આપવાના હોય છે તે બારોબાર ટેમ્પામાં
કોથળા ભરી ખાનગી રીતે જસવંત દેવચંદ પટેલની વાઘપુર ગામની દુકાને વેચવા માટે આવ્યો હતો
ઇસરી પોલીસ બાતમીના આધારે વાઘપુર ગામે જસવંત પટેલની દુકાને જતાં ત્યાં હાજર શખ્સો પોલીસને
જોઇ ભાગી છુટયા હતા. પોલીસે ટેમ્પામાં તપાસ કરતાં ઘઉના કોથળા ઉપર ગવર્મેન્ટ ઓફ પંજાબ
લેબલ વાળા સરકારી રાહતના ઘઉ ભરેલો જણાતાં કુલ.૬૭ કોથળા વજન ૩૩૫૦ કીલો જેની કી.રૃ.૧૦.૦૫૦
તેમજ ટેમ્પોની  કીંમત રૃ.૨.૦૦૦૦૦. કુલ મળી રૃ
.૨.૧૦.૦૫૦ ના સાથે મુદ્દામાલ ઝડપાયો હતો જે બાબતે ઇસરી પોલીસે પંચનામુ કરી આગળની કાર્યવાહી
કરવા મેઘરજ મામલતદારને રીપોર્ટ મોકલાયો હતો.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here