દિવાળીના તહેવારોમાં રાત્રિ કરફ્યૂમાં રાહત મળી, ગૃહ વિભાગે બહાર પાડ્યું જાહેરનામું

0
375

[ad_1]

ગાંધીનગર, તા. 28 ઓક્ટોબર 2021, ગુરૂવાર

રાજ્યમાં જીવલેણ કોરોના વાઇરસની બીજી લહેરનો કહેર ઘટયો છે, બીજી તરફ તહેવારની સીઝન પણ શરૂ થઈ છે ત્યારે આ વચ્ચે સંક્રમણની બાબતને ધ્યાનમાં લેતા રાગૃહ વિભાગે નવું જાહેરનામુ બહાર પાડી 8 શહેરોમાં તારીખ 30-10-2021થી તારીખ 30-11-2021 સુધી દરરોજ રાત્રીના 01.00 કલાકથી સવારના 5.00 કલાક સુધી રાત્રિ કર્ફ્યુ અલમાં મુકવામાં આવ્યું છે.

રાજ્યમાં કોરોનાની કથિત ત્રીજી લહેરની આશંકા વચ્ચે રસીકરણને પણ વેગવંતુ બનાવાવમાં આવ્યું છે.  રાજ્યના ગૃહવિભાગ મુજબ, દિવાળી, બેસતુ વર્ષ અને છઠ્ઠ પૂજા જેવા તહેવારોને લઈને રાત્રિ કરફ્યૂમાં છૂટછાટનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત રાજ્યની 8 મહાનગર પાલિકામાં રાત્રિ કરફ્યૂનો સમય ઘટાડવામાં આવ્યો છે.

નવા નિયમ મુજબ, 29 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2021 સુધી રાત્રે 1 થી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ અમલમાં રહેશે. આ ઉપરાંત સિનેમા હોલને 100 ટકા ક્ષમતા સાથે ખુલ્લા રાખવાની છૂટ આપી છે. જ્યારે રેસ્ટોરન્ટને 75 ટકા ક્ષમતા સાથે રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. 400 લોકોની મર્યાદામાં દિવાળી સ્નેહમિલનને મંજૂરી આપવામાં આવી છે.

શહેર

1. અમદાવાદ શહેર

2. વડોદરા શહેર

3. સુરત શહેર

4 . રાજકોટ શહેર

5. ભાવનગર શહેર

6. જામનગર શહેર

7. જુનાગઢ શહેર

8 . ગાંધીનગર શહેર

જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમામ પ્રકારની દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી- ગલ્લાઓ, શોપિંગ કોમ્પલેક્ષ, માર્કેટીંગ યાર્ડ, ગુજરી/બજાર-હાટ/ હેરકટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વેપારીક ગતિવિધિ રાત્રિના 12.00 કલાક સુધી ખુલ્લા રહી શકશે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here