[ad_1]
રાજકોટ, તા. 28 ઓક્ટોબર 2021, ગુરૂવાર
રાજકોટના યાજ્ઞિક રોડ પર એક કોમ્પલેક્ષનો સ્લેબ ધરાશાયી થયો છે. જો કે, આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ થયાના સમાચાર સામે નથી આવ્યાં.
શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા ધનરાજ બિલ્ડિંગમાં એકાએક સ્લેબ તૂટતા કેટલાક લોકો ફસાયા હતાં. યાજ્ઞિક રોડ પર બનેલી આ દુર્ઘટનાને કારણે ખરીદી કરતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી તેમજ તુરંત રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરી લીધી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં અને બિલ્ડીંગનો પ્રથમ માળ બંધ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ દુર્ઘટનામાં પાર્ક કરેલા 7 જેટલાં વાહનોને નુકસાન થયું છે. આ બનાવની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો પણ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતાં. જો કે , સ્લેબ પડ્યો ત્યારે રાહદારી કે વાહન ચાલકોની ચહલ પહલ ન હોતી નહીં જેથી જાનહાની ટળી છે.
[ad_2]
Source link