[ad_1]
– એક ખેડૂત દંપતિ પર પાડોશી વાડી માલિકે હુમલો કર્યાની પોલીસ ફરિયાદ
જામનગર,તા.28 ઓક્ટોબર 2021,ગુરૂવાર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગોલણીયા ગામમાં બે ખેડૂતોના શેઢાના પ્રશ્ને તેમજ પાણી વાળવાના પ્રશ્ને તકરાર થઇ હતી, અને એક ખેડૂત દંપતિ પર પાડોશી વાડી માલિકે પાવડા વડે હુમલો કરી ઇજા પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના ગોલણીયા ગામમાં રહેતા અને ખેતીવાડી સાથે જોડાયેલા મુક્તાબેન ઘનશ્યામભાઈ કપુરીયાએ પોતાના પર તેમજ પોતાના પતિ ઘનશ્યામભાઈ પર પાવડા વડે હુમલો કરી લોહીલુહાણ કરી નાખવા અંગે બાજુમાં જ વાડી ધરાવતા વિપુલ પ્રેમજીભાઈ કપુરીયા સામે ફરિયાદ નોંધાવી છે, અને બંનેને ઈજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે, અને ટાંકા લેવા પડ્યા છે.
ફરિયાદી તેમજ આરોપીની વાડી બાજુ બાજુમાં આવેલી છે, અને પાણી ઢોળવાના પ્રશ્ને બંને વચ્ચે ઝઘડો થયા પછી પાડોશી વાડી માલિક વિપુલ પ્રેમજી કપૂરિયાએ ઘનશ્યામભાઈ પર હુમલો કરી દીધો હતો. આ સમયે તેમના પત્ની મુક્તાબેન બચાવવા પડતાં તેને પણ માર મરાયો હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ વધુ તપાસ ચલાવે છે.
[ad_2]
Source link