કોરોનાના કારણે IPLની મેચ રદ:KKRના બે ખેલાડી કોરોના પોઝિટિવ, અમદાવાદમાં આજે RCB સામેની મેચ રદ

0
679
કોરોનાના કારણે IPLની મેચ રદ:KKRના બે ખેલાડી કોરોના પોઝિટિવ, અમદાવાદમાં આજે RCB સામેની મેચ રદ
  • KKRના વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર્સ કોરોના સંક્રમિત
  • ચક્રવર્તી હાલમાંજ પોતાના ખંભાનું સ્કેનિંગ કરવા માટે બાયો બબલની બહાર ગયો હતો

કોરોના કહેર હવે આઈપીએલ ઉપર પણ જોવા મળી રહ્યો છે. આજે થનારી કોલકાતા નાઈડ રાઈડર્સ અને બેંગલુરુની મેચ રદ કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોલકાતાના બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને ત્યારપછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આજે થનારી કોલકાતા નાઈડ રાઈડર્સ અને બેંગલુરુની મેચ રદ
ક્રિકેટ વેબસાઇટ ઇએસપીએન ક્રિકઇન્ફોએ મેચ રદ કર્યાની જાણકારી આપી છે. આ તરફ બીસીસીઆઈના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે, KKRના વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર્સને કોરોનાથી સંક્રમણ લાગ્યું છે. IPLના નિયમો અનુસાર આ બંને ખેલાડીઓને બાયો બબલમાં રાખવામાં આવ્યા હતા. સંક્રમણના સમાચારથી બેંગલુરુના બેડામાં પણ ચિંતા જણાઈ હતી અને મેચ રમવા અંગે વધુ ઉત્સુકતા જોવા મળી નહતી.

આઈપીએલની 14મી સીઝનની 30મી મેચમાં સોમવારે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)નો મુકાબલો કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) સામે થવાનો હતો. આ મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થવાની હતી. કોરોના સંક્રમણના સમયગાળા દરમિયાન બીસીસીઆઈએ મજબૂત ‘બાયો-બબલ’નો હવાલો આપ્યો હતો, ત્યારબાદ અત્યાર સુધી 29 મેચ સફળતાપૂર્વક પૂર્ણ કરાવાઈ છે. ચેન્નઈ અને મુંબઈના તબક્કાની તમામ મેચ પૂર્ણ થઈ. પરંતુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેની સીઝનની 30મી મેચ હાલના સમય માટે રદ કરવામાં આવી છે.

ચક્રવર્તી હાલમાંજ બાયો બબલની બહાર ગયો હતો
​​​​​​​એવી વાત પણ સામે આવી રહી છે કે ચક્રવર્તી હાલમાંજ પોતાના ખંભાનું સ્કેનિંગ કરવા માટે બાયો બબલની બહાર ગયો હતો. જ્યાં તે કોઈના સંપર્કમાં આવ્યો હોય શકે છે. ચક્રવર્તી અને વોરિયર સિવાય તમામ ખેલાડીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

ટૂર્નામેન્ટ પહેલા ઘણા ખેલાડીઓને સંક્રમણ લાગ્યું હતુ
IPL-2021ની શરૂઆત પહેલા જ ઘણા ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. કોલકાતા નાઈટ રાઇડર્સના નીતીશ રાણા, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના દેવદત્ત પડિક્કલ, દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલ, એનરિચ નોર્ખિયા અને ડેનિયલ સિમ્સને પણ સંક્રમિત થઈ ચૂક્યા છે. દેશમાં દિલ્હી સહિત 6 જગ્યાએ IPL યોજાઇ રહી છે. આવી સ્થિતિમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાથી ખેલાડીઓમાં સંક્રમણ લાગવાનું જોખમ વધી જાય છે.

અશ્વિન સહિત 4 ખેલાડીઓ લીગથી દૂર થયા
આ અગાઉ કોરોનાને કારણે રવિચંદ્રન અશ્વિન સહિત 4 ખેલાડીઓ આઈપીએલ 2021થી દૂર થઈ ચૂક્યા છે. દિલ્હીની રાજધાનીના દિગ્ગજ ખેલાડી અશ્વિન કૌટુંબિક કારણોને લીધે લીગમાંથી દૂર થવાનું નક્કી કર્યું છે. તેમના સિવાય ત્રણ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો પણ આ સિઝન છોડી ચૂક્યા છે. આમાં રાજસ્થાન રોયલ્સના એન્ડ્ર્યુ ટાઇ અને RCBના કેન રિચર્ડસન અને એડમ જમ્પા સામેલ છે. રિચર્ડસન અને જમ્પા હજી વિમાન ન મળવાને કારણે ભારતમાં અટવાયા છે. જો કે, BCCIએ કહ્યું છે કે લીગ સમાપ્ત થયા પછી, બધા ખેલાડીઓ સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here