[ad_1]
ત્રીજી લહેર કે ઓમોક્રોનના ભય લોકો સમજતાં નથી અને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વિના જ ફરી રહ્યાં છે
સુરત, તા. 05 ડિસેમ્બર 2021 રવિવાર
સુરત સહિત સમગ્ર રાજ્યમાં રાજકારણીઓ પોતાના પક્ષને મજબુત બનાવવા માટે કોરોનાના નિયમોનો ભંગ કરીને રાજકીય કાર્યક્રમ કરી રહ્યાં છે. રાજકારણીઓને ખુલ્લેઆમ નિયમોના ભંગ કરતાં જોય હવે પ્રજા પણ કોરોનાના નિયમોના ઉબાડિયા કરી રહ્યાં છે.
સુરતના શાક માર્કેટ સહિત વિવિધ વસ્તુઓનું વેચાણ થતી હોય તેવા બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો જાહેર બજારમાં લોકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વિના લોકો ફરી રહ્યાં હોવાથી સુરતમાં હવે ત્રીજી લહેર કે ઓમિક્રોનનું સક્રમણની ભીતી વ્યક્ત થઈ રહી છે.
સુરતમાં છેલ્લા કેટલાક વખતથી સુરતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે આ ઘટતા કેસ વચ્ચે ભાજપનું સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામા આવ્યું હતું. રાજકારણીઓને જાહેરમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વિના ભેગા થતાં જોઈને પ્રજા પણ કોરોનાના નિયમોનું ઉબાડિયું કરતાં જોવા મળી રહ્યાં છે.
આજે સુરતના સહરા દરવાજા શાક માર્કેટ, ભાગળ, કતારગામ સહિતના શાક માર્કેટમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આ શાક માર્કેટમા લોકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વિના જ જોવા મળ્યા હતા.
આ ઉપરાંત ચૌટા બજાર, ઝાંપા બજાર, બરોડા બરોડા પ્રિસ્ટેજ સહિતના અન્ય વસ્તુનું વેચાણ કરતાં બજારમાં લોકોની ભીડ માસ્ક વિના જોવા મળી હતી. આ ઉપરાંત દુકાનદારો, લારીવાળાઓ પણ જાણે કોરોના ભુલી ગયાં હોય તેમ માસ્ક વિના જ જોવા મળી રહ્યાં છે.
સુરતમાં હાલ કોરોનાના કેસ ઓછા છે પરંતુ હાલ જે રીતે રાજ્યમાં ઓમોક્રોન અને ત્રીજી લહેરની બીક થઈ રહી છે ત્યારે સુરતમાં કોરોનાના નિયમોનો ભંગ થઈ રહ્યો છે. જો રાજકારણીઓ એન પ્રજા સામે મ્યુનિ. તંત્ર કોઈ પગલાં નહી ભરે તો સંક્રમણ વધવાની શક્યતા નકારી શકાતી નથી.
[ad_2]
Source link