ભોલાવ પ્રાથમિક શાળા ખાતેથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો શુભારંભ

0
112

[ad_1]

ભરૂચ:  લોકો પોતે પગભર થાય સાથે જિલ્લામાં રોડ -રસ્તા સહિત ના વિકાસ ના કામો ને વેગ મળે તે હેતુસર લોકર્પણ,ખાતમુહૂર્ત કરી.લોકોના પ્રશ્નોનું નિવારણ થાય અને વિકાસ યાત્રા અવિરત પણે ચાલતી રહે તે ઉદેશ સાથે સરકાર દ્વારા રાજ્ય અને જિલ્લાભરમાં આ રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા ત્રણ દિવસ જિલ્લાભરમાં  ફરી લોકોના સુખાકારી માટેની યોજનાઓનું માગદર્શન આપી લોકોને પગભર કરવાનો પ્રયાસ હાથ ધરશે તેવું નાયબ દંડક દુષ્યંતભાઈ પટેલે જણાવ્યુ હતું.

ભરૂચ જિલ્લામાં પણ આ રથયાત્રાનું આજરોજ ભોલાવ ગ્રામ પચાયત ખાતેથી સરકારના મુખ્ય નાયબ દડક દુષ્યંત પટેલના હસ્તે લીલી ઝંડી બતાવી યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અતોદરિયા, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેનને ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, નિશાંત મોદી, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here