મોરડા ગામના તબેલામાં આગ લાગતા 25 ટ્રેકટર ઘાસચારો રાખ

0
108

[ad_1]

વડાલી તા. 17

વડાલી તાલુકાના મોરડ ગામમાં બુધવારે બપોરે પશુઓના તબેલા
નજીકથી પસાર થતી વિજલાઈનમાંથી વિજતણખા જરતા બે લાખ રૂપિયાનો ૨૫ ટ્રેક્ટર ઘાસચારો
બળીને ખાખ થઈ ગયો હતો. આગ પર કાબુ મેળવવા ફાયરબ્રિગેડ અને ગ્રામજનોએ પાણીનો ભારે
મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની લપેટથી પશુઓ બચી ગયા હતા.

વડાલી તાલુકાના મોરડ ગામમાં રહેતા રામજીભાઈ વસ્તાભાઈ પટેલનો
ગામોથી પસાર થતા કુબાધરોલ માર્ગ પર પશુઓનો તબેલો આવેલો છે.આ તબેલા નજીક પશુઓના
ઘાસચારા માટે મગફળી અને સોયાબીનનુ ગોતું તેમજ હુસેલના ૨૫ ટ્રેકટર ઘાસચારો રાખવામાં
આવ્યો હતો.જે તબેલા નજીકથી પસાર થતી વિજલાઈનમાંથી બુધવારે બપોરે એકાએક વિજતણખા
ઝરતા તે ઘાસચારામાં પડતા આગ લાગી હતી.જેથી ધુમાડાના ગોટ ગોટા નીકળતા ગ્રામજનો તેમજ
તેના માલિક અને પરિવારજનો તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા અને આગ પર કાબુ મેળવવા
પાણીનો મારો ચલાવવા લાગ્યા હતા પરંતુ આગપર કાબુ મેળવી ન શકતા વડાલી નગરપાલિકામાંથી
ફાયર ફાઈટરને બોલાવવામાં આવ્યું હતું.જેઓ તેમજ ગ્રામજનોએ પાણીનો ભારે મારો ચલાવી
આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ તેટલામાં તમામ ઘાસચારો બળીને ખાખ થઈ જતા પાશુપાલક
અને ખેડુત પરિવારે બે લાખનું નુકસાન વેઠવાનો વારો આવતા આભ તૂટી પડયું હતું.

તેમજ અપૂરતા વરસાદથી ચાલુ સાલે ઘાસચારાની તંગી હોવાથી
આવનારા સમયમાં પશુઓનું પેટ કઈ રીતે ભરવું તે વિચારી રો કકડ કરવા લાગ્યો હતો.  તેમજ વિજતંત્રની બેદરકારીથી આગ ફાટી નીકળતા
પશુપાલકને મોટું નુકસાન થતા તંત્રની કામગીરી પ્રતે રોષ વ્યકત કરી નુક્સાનીનો સર્વે
કરી વળતર આપવા લોકો ઉગ્ર માંગ કરવા લાગ્યા છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here