વડોદરા: બ્રિજની કામગીરીને લીધે લોકનાયક જયપ્રકાશ નારાયણની પ્રતિમાનું ટેમ્પરરી સ્થળાંતર

0
96

[ad_1]

વડોદરા, તા. 17 નવેમ્બર 2021 બુધવાર

વડોદરાના ગેંડા સર્કલ થી મનીષા ચાર રસ્તા સુધીના માર્ગમાં ઓવરબ્રિજની કામગીરી દરમિયાન ચકલી સર્કલ સ્થિત લોકનાયક જયપ્રકાશ નારાયણની પ્રતિમા નજીકના આઈલેન્ડમાં સ્થળાંતરિત કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે બ્રિજની કામગીરી પૂર્ણ થયા બાદ પ્રતિમા પૂનઃ સ્થાપિત કરવામાં આવશે.

વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના ગેંડા સર્કલથી મનીષા ચાર રસ્તા સુધી નવીન ફ્લાય ઓવર બ્રીજની કામગીરી હાલ ચાલુ છે. જેમાં ચકલી સર્કલથી મલ્હાર ચાર રસ્તા તરફ જતાં બી.એસ.એન.એલ વિભાગની ઓફીસ સામે આવેલ લોકનાયક જયપ્રકાશ નારાયણની પ્રતિમા બ્રીજની કામગીરીના ફાઉન્ડેશનમાં આવતી હોઇ ટેમ્પરરી સ્થળાંતરીત કરવાની જરૂરીયાત છે. જેથી આ પ્રતિમાં ચકલી સર્કલની નજીક આવેલા અન્ય આઇલેન્ડમાં બ્રીજની કામગીરી દરમિયાનના સમયગાળા માટે સ્થળાંતરીત કરી બ્રીજની કામગીરી પૂર્ણ થયા બાદ એ જ લોકેશન ઉપર પુન:પ્રસ્થાપિત કરાશે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here