[ad_1]
– હુમલો
કરનાર પરિચીતે ગાળ આપીને યુવાનને ઉભો
રહેવા કહ્યુ પણ ઉભો ન રહેતા થપ્પડ મારી ચપ્પુના ઘા ઝીંક્યા
સુરત :
વરાછા
રોડ ઉપર સોમવારે રાત્રે ઈંડા લેવા જતા
યુવાનને એક જણાએ ચપ્પુના ઘા મારી ગંભીર ઈજા પહોંચાડતા સારવાર માટે નવી સિવિલ
હોસ્પિટલમાં ખસેડાયો હતો.
નવી
સિવિલના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ વરાછા રોડ પર ચીકુવાડી ખાતે પાણીની ટાંકી નજીક રવિપાર્ક
સોસાયટીમાં રહેતો ૪૦ વર્ષીય ફુલચંદ બરસાતી સરોજ સોમવારેે રાત્રે ઘર નજીકથી ચાલતો જતો હતો. ત્યારે કાપોદ્રા પાણીની ટાંકી
નવીપાળ ઝુપડપટ્ટી નજીક સાહીલ લંબુ નામનાં
વ્યકિતએ તેને ઉભા રહેવા કહ્યુ હતુ. પણ
ફુલચંદે તેને જવાબ આપ્યો ન હતો. તેથી તેણે ગાળો આપીને બે-ત્રણ થપ્પડ તેમજ માર્યો
હતો. બાદમાં તેણે ફુલચંદની પીઠ,
ડાબા ખભાના ભાગે ચપ્પુના ઘા ઝીંકી લોહીલુહાણ કરી ભાગી ગયો
હતો. ફુલચંદને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે
જણાવ્યું હતું કે ફુલચંદ સરોજ મુળ ઉતરપ્રદેશના પ્રતાપગઢનો વતની છે. તે ફ્ટનો ધંધો
કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.ગઈ કાલે રાત્રે તે ઈંડા સહીત નાસ્તો લેવા માટે
પગપાળા જઈ રહ્યો હતો.ત્યારે તેના કોઈ પરિચિત યુવકે જ કોઈ કારણસર તેની સાથે ઝગડો
કરી ચપ્પુ મારી દીધુ હતુ. આ અંગે કાપોદ્રા
પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
[ad_2]
Source link